26, સપ્ટેમ્બર 2020
અમદાવાદ-
અમદાવાદીઓ આજે ખુશખબર મળી રહ્યા છે. લોકડાઉનમાં બંધ શહેરના તમામ બાગ બગીચા સરકારે ખોલવાનો આદેશ આપી દીધો છે. અમદાવાદનું કાંકરિયાને લઈને પણ આજે એક મહત્વપૂર્ણ સમાચાક સામે આવી રહ્યા છે. આગામી ૧ ઓક્ટોબરથી અમદાવાદનું કાંકરિયા તળાવ ખોલવાનો ર્નિણય એએમસી દ્વારા લેવામાં આવ્યો છે. કાંકરિયાના ૭ પૈકી ૨ ગેટ ખોલવામાં આવશે. કોરોના ગાઈડલાઈન પ્રમાણે તમામ ગેટ ખોલવાનો ર્નિણય કરાયો નથી, પરંતુ ૨ ગેટ ખોલીને મર્યાદિત સંખ્યામાં મુલાકાતીઓને પ્રવેશ આપવાનો ર્નિણય કરાયો છે. સોશિયલ ડિસ્ટર્ન્સ જાળવવા માટે સર્કલ દોરાશે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, કોરોના મહામારીના કારણે શહેરનું કાંકરિયા બંધ કરવામાં આવ્યું હતું.
હવે આગામી ૧ ઓક્ટોબરથી કાંકરિયા ઝુ ખોલવાની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. એએમસી દ્વારા અમદાવાદના કાંકરિયાના ૭ ગેટ માંથી ૨ ગેટ ખોલવામાં આવશે. મુલાક્તિઓ વચ્ચે અંતર રહે તે માટે ટિકિક બારી પર સર્કલ દોરવામાં આવશે, અને મુલાકાતીઓએ સર્કલમાં રહીને ટિકીટ લઈને કાંકરિયાની મઝા માણવાની રહેશે. જાે મુલાક્તિઓની સંખ્યા વધશે તો નિયંતિત સંખ્યામાં પ્રવેશ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અંદાજે ૨.૫ કિલોમીટરની આસપાસનો ઐતિહાસિક કાંકરિયા તળાવ અમદાવાદની લગભગ ૫૦૦ વર્ષથી ઓળખની ઓળખ છે.
નાગિનાવાડી નામની એક ટાપુની બગીચોની આસપાસ ઐતિહાસિક તળાવ અમદાવાદના લોકો માટે સદાબહાર સફર સ્થળ છે. નજીકના ઝૂ, બાલવાટિકા, એક્વેરિયમ અને આસપાસનાં પર્વતીય બગીચાઓ સાથે, તે એક સંપૂર્ણ મનોરંજન કેન્દ્ર ઓફર કરે છે. આ ઉપરાંત ૧૨.૫ લાખ મુલાકાતીઓ અને બાળકોએ ‘અટલ એક્સપ્રેસ’ ના મિની ટ્રેનનો આનંદ લીધો હતો. તહેવારો, નાના મેળાવડા, શૈક્ષણિક પ્રવાસો, જાેગિંગ, અનૌપચારિક મીટિંગ્સ, પીકનીક્સ વગેરે અર્થપૂર્ણ રીતે યુવાન પેઢીને આકર્ષવા માટે કાંકરિયાનો નવો ચહેરો બની ગયો છે.