ભારત-યુએસ સાથે તણાવ વચ્ચે જિનપિંગએ કહ્યું- જંગ માટે તૈયાર રહે સેના
14, ઓક્ટોબર 2020

દિલ્હી-

અમેરિકા અને ભારતની સાથે ચાલી રહેલાં તણાવની વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ગુઆંગડોંગ વિસ્તારનો પ્રવાસ કરી સેનાના એક અડ્ડા પર પહોંચ્યા હતા. સૈન્ય અડ્ડા પર શી જિનપિંગે મરીન સૈનિકોને યુદ્ધ માટે તૈયાર રહેવા અને હંમેશા સતર્ક રહેવા માટે કહ્યું છે. જિનપિંગે શાંતોઉ વિસ્તારનો પણ પ્રવાસ કર્યો હતો, જે વિદેશોમાં રહેતાં ચીની લોકોનું હોમટાઉન છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટની રિપોર્ટ પ્રમાણે શી જિનપિંગે મરીન સૈનિકોને કહ્યું કે, તેઓને એક સાથે અનેક મોર્ચા પર તૈયાર રહેવું, ત્વરિત પ્રતિક્રિયા આપવી, તમામ મોસમ અને વિસ્તારમાં જંગ લડવા માટે તૈયાર રહેવાં કહ્યું હતું. ચીનના સરકારી ટીવી ચેનલ સીસીટીવી પર પ્રકાશિત શીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તમને તમારું દિમાગ અને તમામ ઉર્જા યુદ્ધની તૈયારી માટે લગાવી દેવી જાેઈએ અને હંમેશા સતર્ક રહેવું જાેઈએ.

શી જિનપિંગ કહ્યું કે, મરીન સૈનિકોનાં અલગ અલગ મિશન છે અને તમારી ડિમાન્ડ વધારે હસે. તેને જાેતાં તમને તમારી ટ્રેનિંગમાં જંગની તૈયાર પર ફોકસ રાખવું જાેઈએ. સાથે જ પોતાના પ્રશિક્ષણના માપદંડ અને લડાકૂ ક્ષમતાને વધારવી પડષે. સેન્ટ્રલ મિલિટ્રી કમિશનના ચેરમેન શી જિનપિંગે કહ્યું કે, મરીન સૈનિકોના ખભા પર સમગ્ર દેશની સંપ્રભુતા, સુરક્ષા, સમુદ્રી હીતો અને વિદેશોમાં ચીની હિતોની રક્ષાની જવાબદારી છે.

માનવમાં આવી રહ્યું છે કે, ચીની રાષ્ટ્રપતિઅ ઈશારા-ઈશારમાં તાઈવાન અને સાઉથ ચાઈના સી પર ચીનના દાવાનો ઉલ્લેખ કર્યો હતો. આ સૈન્ય યાત્રા એવા સમયે થઈ રહી છે, જ્યારે તાઈવાનમા તણાવી ચરમસીમા પર છે. સાથે જ અમેરિકા અને તાઈવાનની વચ્ચે સંબંધ વધારે મધૂર થતાં જઈ રહ્યા છે. ચીને કહ્યું કે, તે તાઈવાનેને પોતાના નિયંત્રણમાં લાવવા માટે છે અને તેના જરૂર પડી તો તે સેનાનો પણ ઉપયોગ કરશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution