આંદોલન વચ્ચે ફિલ્મ "કિસાન"ની જાહેરાત,લીડ રોલમાં હશે લોકોના દિલમાં રાજ કરતો આ અભિનેતા
05, જાન્યુઆરી 2021

મુંબઇ

કિસાનોના ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે સોમવારે સોનૂ સૂદની નવી ફિલ્મ કિસાનની જાહેરાત કરવામાં આવી છે. નિવાસ દ્વારા નિર્દેશિત અને રાજ શાંડિલ્ય તેના પ્રોડ્યૂસર હશે. તેની જાહેરાત કરતા મહાનાયક અમિતાભ બચ્ચન એ કહ્યું, ફિલ્મ કિસાન માટે શુભેચ્છાઓ, તેના ડાયરેક્ટર ઈ. નિવાસ છે. તેમાં લીડ રોલ સોનૂ સૂદ કરી રહ્યો છે.

ફિલ્મ ક્રિટિક અને ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પણ ટ્વીટમાં લખ્યું, કિસાનમાં સોનૂ લીડ રોલમાં હશે. ફિલ્મને ઈ નિવાસ ડાયરેક્ટર કરશે. ફિલ્મ ડ્રીમ ગર્લ દ્વારા બોલીવુડમાં ડાયરેક્ટર ડેબ્યૂ કરનાર રાજ શાંડિલ્ય તેના પ્રોડ્યૂસર હશે. ફિલ્મના અન્ય કાસ્ટ વિશે ટૂંક સમયમાં જાણકારી આપવામાં આવશે.

સોનૂએ હાલમાં જ એક બુક લોન્ચ કરી હતી, જેનું શીર્ષક છે 'આઇ એમ નોટ મસીહા'. પહેલા તો કેટલાક લોકોએ સોનૂની ટિકા કરી હતી કે, લોકો તેમના માટે મસીહા શબ્દનો ઉપયોગ શા માટે કરી રહ્યાં છે, કદાચ આ આલોચનાનો જવાબ આપવા માટે સોનૂ સૂદે તેમની બુક માટે આ શીર્ષક પસંદ કર્યું છે. તમને જણાવી દઇએ કે, સોનૂ સૂદ ગત વર્ષ કોરોના મહામારીના કારણે થયેલા લોકડાઉન દરમિયાન તે જરૂરિયાતમંદો માટે સૌથી આગળ ઉભા રહ્યા હતા જેઓ તેમના ઘરોથી દૂર રોજી રોટી કમાવવા માટે રહે છે. સોનૂએ પ્રવાસી મજૂરોને બસો દ્વારા તેમના ઘરે મોકલ્યા અને ત્યારબાદ દરેક રીતે મૂશ્કેલીમાં ઘેરાયેલા લોકોની મદદ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદથી લોકો સોનૂ સૂદને મજૂરોના મસીહા અને બોલીવુડના રિયલ સુપરહીરો જેવા નામથી બોલાવવા લાગ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution