રાજકોટ, રાજકોટ-ચોટીલા હાઈ-વે પર ટેન્કરમાંથી એમોનિયા લિકેજ થતા દહેશત ફેલાઇ ગઇ હતી. મોડીરાત્રે બામણબોર નજીક ડ્રાઈવરને ઝોકુ આવી જતાં એમોનીયા ગેસ ભરેલુ ટેન્કર પલ્ટી ખાઈ ગયું હતું. આ અકસ્માતને કારણે ટેન્કરનો વાલ્વ તૂટી ગયો હતો. વાલ્વ તૂટી જવાના કારણે એમોનીયા ગેસ લીકેજ થતાં હાઈ-વે પર અફરાતફરી મચી ગઈ હતી જાે કે ફાયર બ્રિગેડ સ્ટાફે સમયસર ઘટના સ્થળે દોડી જઈ ટ્રાફિક ડાયવર્ટ કરી લીકેજ એમોનીયા પર સતત પાણીનો મારો ચાલુ રાખ્યો હતો. જેના કારણે મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી.આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, બામણબોર કાવેરી હોટલ પાસે મોડીરાત્રે ડ્રાઈવરને ઝોકુ આવી જતાં સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં ૧૫ મેટ્રીક ટન ભરેલ એમોનીયા ગેસ સાથેનું ટેન્કર રોડની સાઈડમાં પલ્ટી ખાઈ ગયું હતું. આ ગોઝારા અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી નહોતી.