આણંદ : આણંદના ચાંગા સ્થિત વિખ્યાત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ યુનિવર્સિટી)ની અનેકવિધ યશકલગીમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું છે. યુએસએની પ્રતિષ્ઠિત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓની ટીમ દ્વારા વિશ્વના ૧.૫૦ લાખ ટોચના વિજ્ઞાનીઓનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો હતો. એક સ્વતંત્ર અભ્યાસમાં ભારતના તમામ ફિલ્ડના ટોચના ફક્ત બે ટકા વિજ્ઞાનીઓમાં વિષયવાર વર્લ્ડ રેન્કિંગમાં ચારુસેટના પ્રોવોસ્ટ ડો.પંકજ જોશી અને સાયન્ટિફિક એડવાઇઝર ડો.દત્તા મદમવારનો સમાવેશ કરવામાં આવ્યો છે. અભ્યાસમાં ભારતના જુદાં જુદાં વિષયોના ટોચના ૧૫૯૪ વૈજ્ઞાનિકનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

આ વર્લ્ડ રેન્કિંગ લગભગ ૧.૫૦ લાખ વિજ્ઞાનીઓના ડેટાબેઝ પર આધારિત હતો. અત્યાર સુધીમાં એવો કોઈ ડેટાબેઝ નહોતો જેમાં સૌથી પ્રખ્યાત વિજ્ઞાનીઓને સંબંધિત ફિલ્ડમાં સિદ્ધિ બદલ વિસ્તારપૂર્વક રેન્કિંગ આપી શકે. આ રિપોર્ટમાં મોટાભાગે ડેટાબેઝ સ્કોપસનો સંદર્ભ આપવામાં આવ્યો છે, જે સાયન્ટિફિક જર્નલોને રેન્ક આપે છે અને પ્રશસ્તિપત્ર ઇન્ડેક્સ આપે છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના અહેવાલમાં વિજ્ઞાની દ્વારા પ્રકાશિત થયેલાં રિસર્ચ પેપરોની સંખ્યા, નિષ્ણાતને એનાયત થયેલાં પ્રશસ્તિપત્રો, પોતાના ફિલ્ડમાં વિજ્ઞાનીની પ્રતિભાનો માપદંડનો ૐ-ૈંદ્ગડ્ઢઈઠ અને લગભગ ૧.૫૦ લાખ વિજ્ઞાનીઓના ડેટાબેઝ પર આધારિત હતો.

ચારુસેટના પ્રોવોસ્ટ ડો.પંકજ જાેશીનો આ વર્લ્ડ રેન્કિંગમાં ન્યૂક્લિયર એન્ડ પાર્ટિકલ ફિઝિક્સ ફિલ્ડમાં ઉમદા અને નોંધપાત્ર કામગીરી બદલ સમાવેશ કરવામાં આવ્યો છે. બ્લેક હોલ્સ વિશે અદભૂત જ્ઞાન ધરાવતાં ડો.પંકજ જાેશી ચારુસેટમાં જાેડાતાં અગાઉ મુંબઈની તાતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચમાં સિનિયર પ્રોફેસર હતા. તેઓ ચારુસેટમાં ઇન્ટરનેશનલ સેન્ટર ફોર કોસ્મોલોજીના સ્થાપક ડિરેક્ટર છે. ગ્રેવિટેશનલ એન્ડ કોસ્મોલોજીના ક્ષેત્રોમાં તેમનાં સંશોધન થકી ૨૦૦થી વધુ રિસર્ચ પેપરો પ્રતિષ્ઠિત જર્નલોમાં પ્રકાશિત થયાં છે. તાજેતરમાં તેઓ ગુજરાત સાયન્સ એકેડમીના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. ડો.પંકજ જાેશીને ન્યૂક્લિયર એન્ડ પાર્ટિકલ ફિઝિક્સ વિષયમાં ટોપ ૧.૬૦ ટકામાં સ્થાન મળ્યું છે. ડો.પંકજ જાેશીના ૧૯૮૦થી ૨૦૧૯ દરમિયાન ૧૩૨ રિસર્ચ પેપર પ્રકાશિત થયાં છે અને વર્લ્ડવાઇડ રેન્ક ૧૭૭૦ છે. ડો.પંકજ જાેશીએ જણાવ્યું હતું કે, સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓ દ્વારા વિવિધ વિષયો પ્રમાણે કરાયેલાં રિસર્ચની ઇન્ટરનેશનલ લેવલ પર થયેલી અસરોને ધ્યાનમાં લઇને જે યાદી તૈયાર કરવામાં આવી છે. આ પ્રકારના સરવેથી દુનિયાની ટોચની યુનિવર્સિટી કે શૈક્ષણિક સંસ્થામાં ભારતની યુનિવર્સિટી કે ઇન્સ્ટિટ્યૂટને સ્થાન મેળવવા માટે સ્પષ્ટ દિશા મળી રહેશે.

સાયન્ટિફિક એડવાઇઝર પ્રો.ડો.દત્તા મદમવારનો આ વર્લ્ડ રેન્કિંગમાં બાયોટેક્નોલોજી ફિલ્ડમાં માઇક્રોબિયલ ડાયવર્સિટી એન્ડ બાયો રેમીડેશન અને સાયનો બેક્ટેરિયલ બાયોટેક્નોલોજી એમ બે એરિયામાં કરેલી અસાધારણ કામગીરી બદલ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમનો બાયોલોજિકલ સાયન્સમાં ગુજરાતમાં સૌથી વધુ ૐ-ૈંદ્ગડ્ઢઈઠ-૫૯ છે. ડો.દત્તા મદમવારને બાયોટેક્નોલોજીમાં ટોપ ૧.૪૮ ટકામાં સ્થાન મળ્યું છે. ડો. મદમવારના ૨૮ પ્રોજેકટ છે અને ૧૯૮૪થી ૨૦૨૦ સુધીમાં ૨૭૦ રિસર્ચ પેપર જર્નલમાં પ્રકાશિત થયાં છે અને વર્લ્ડવાઇડ રેન્ક ૭૪૯ છે. તેમનાં હાથ નીચે ૫૦ વિદ્યાર્થીઓએ પીએચડીની ડિગ્રી મેળવી છે.