અમરેલી-

દેશમાં આ વર્ષે ચોમાસુ ભરપુર રહ્યું હતું. દેશમાં સામાન્ય કરતા વધારે વરસાદ વરસ્યો હતો. હવે ચોમાસાએ લગભગ વિદાય લઈ લીધી છે. જોકે હવે ફરી એકવાર વરસાદનું જોર વધવા જઈ રહ્યું છે. હવામાન ખાતાએ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે. અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષ વરસાદે તારાજી સર્જી છે ત્યારે ખાંભા પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી પાછોતરા વરસાદથી ખેડૂતોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી છે. અમરેલી જિલ્લાનો મુખ્ય પાક મગફળી છે. ત્યારે ખાંભા તાલુકામાં 22744 હજાર હેકટરમાં મગફળીનું વાવેતર થયું છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે તાતણીયા, પીપળવા સહિત ગામોમાં અચાનક વરસાદ પડવાથી મગફળીના પાકને પણ નુકશાન પહોચ્યું છે.