રાજકોટ  રાજકોટ શહેરમાં ડુપ્લીકેટ ડોક્ટર બાદ હવે ડુપ્લીકેટ લેબ ટેક્નિશ્યનની પોલીસે ધરપકડ કરી છે. રાજકોટ શહેર પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા શહેરના જંગલેશ્વર વિસ્તારમાં છેલ્લા ૬ માસથી કોઈપણ સર્ટિફિકેટ વગર લેબોરેટરી ચલાવતા આરોપીની રૂ.૯૦,૩૮૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસમાં ખુદની લેબોરેટરી ખોલવાનું સ્વપ્ન પૂરું કરવા યુવાન લેબોરેટરી ચલાવતો હોવાનું સામે આવ્યું હતું.રાજકોટ શહેર અને જિલ્લામાં અવારનવાર ડુપ્લીકેટ ડોક્ટર પોલીસના હાથે પકડાતા હતા પરંતુ હવે ડુપ્લીકેટ લેબ ટેક્નિશ્યન પણ પોલીસે ધરપકડ કરી છે. શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ખ્વાઝા ચોક ખાતે સ્પર્શ લેબોરેટરી ખાતે રેડ કરી તપાસ કરતા લેબોરેટરી ખાતે કોઈ પણ ડિગ્રી સર્ટિફિકેટ વગર બ્લડ તેમજ યુરિન ટેસ્ટ કરવામાં આવતું હોવાનું સામે આવતા પોલીસે ઇર્શાદ નકાણી નામના શખ્સની ધરપકડ કરી ટેસ્ટિંગ કીટ સહીત મશીન અને દવા જથ્થો કબ્જે કર્યો હતો. પોલીસ તપાસમાં આરોપી બીએસસી સુધી અભ્યાસ કર્યો હોવાનું અને પોતાની ખુદની લેબોરેટરી ખોલવાનું સ્વપ્ન હોવાથી છેલ્લા ૬ માસથી લેબોરેટરી ખોલી બ્લડ તેમજ યુરિન ટેસ્ટ કરતો હોવાનું સામે આવ્યું છે. આ સાથે આરોપી ઇર્શાદ દર્દી પાસેથી ઝ્રમ્ઝ્ર અને ઝ્રઇઁ ટેસ્ટ માટે રૂપિયા ૪૦૦ વસુલતો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે ૈંઁઝ્ર કલમ ૪૧૯ તેમજ મેડિકલ પ્રેકટીશનર કલમ હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.