વડોદરા, તા.૮

પોલિટેકનિક કોલેજ ખાતે આજે વિધાનસભાની ચૂંટણીના પરિણામ દરમિયાન આ રોડ પરથી દર્દીને લઈને જતી એમ્બ્યુલન્સ ભાજપના વિજેતા ઉમેદવારના સમર્થકોના ટોળાં વચ્ચે અટવાઈ હતી. સમર્થકોના ટોળાએ એમ્બ્યુલન્સને રસ્તો કરી આપવાને બદલે રોકી રાખવામાં આવતાં એમ્બ્યુલન્સના ચાલક અને તેમાં સવાર દર્દી તેમજ સગાઓમાં છૂપારોષની લાગણી જાેવા મળી હતી.

ગત તા.પમીના રોજ વડોદરા શહેર-જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી અને ચૂંટણીના પરિણામોની ગણતરી પ્રક્રિયા આજે વહેલી સવારે ૮ વાગે પોલિટેકનિક કોલેજ ખાતે પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને ટ્રાફિકના ડાયવર્ઝન સાથે શરૂ થઈ હતી. પરંતુ કેટલીક ઈમરજન્સી સેવાઓના વાહનો, ચૂંટણીના કામમાં જાેડાયેલા વાહનો માટે આ રોડ ચાલુ રાખવામાં આવ્યો હતો. આજે વિધાનસભાની ચૂંટણીનું પરિણામ હોવાથી ઉમેદવારના સમર્થકો વહેલી સવારથી જ પોલિટેકનિક કોલેજ ઉમટી પડયા હતા, એ દરમિયાન બપોરના સમયે એક એમ્બ્યુલન્સ દર્દીને પસાર થતી હતી તે વખતે આ રોડ પર વિજેતા ઉમેદવારના જીતના જશ્નના માહોલમાં સમર્થકોના ટોળામાં અટવાઈ હતી. ખાસ જાણવા જેવી બાબત એ છે કે એમ્બ્યુલન્સના હોર્ન ચાલુ હોવા છતાં સમર્થકોએ જીત ઉત્સાહ રસ્તો આપી રહ્યા ન હતા જેથી એમ્બ્યુલન્સ ટોળા વચ્ચે ફસાઈ હતી.