નલુના સીમાડાં પાસે ઘરમાં દિપડો ઘુસી જતા અફરાતફરીનો માહોલ
23, સપ્ટેમ્બર 2021

દે.બારીયા

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં દૂધામળી ગામમાં નલુ ગામના સીમાડાં પાસે આવેલ ઘરમાં વન્ય પ્રાણી એવો દિપડો દિવસે ઘરમાં ઘુસી જતાં અને આખો દિવસ ઘરમાં રહેતા અફરાતફરીનો માહોલ જાેવા મળ્યો જ્યારે વન વિભાગને જાણ કરતા વનવિભાગ પણ ઘટના સ્થળે દોડી જઇ અને આગળ દીપડાને રેસ્ક્યુ કરી ઘરની બહાર કાઢવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના દુધામલી ગામમાં સવારના સાડા નવેક વાગ્યાના અરસામાં ગામના લોકોએ એક દીપડાને વટેમાર્ગુ જતા જાેયો હતો. ત્યારે દુધામલી ગામના મંડોડ કાપસિંગ મકનાભાઈ નામ મકાનમાં ઘુસી જતા અંદર હાજર નવ વર્ષીય બાળકી સહી સલામત ઘરની બહાર આવી ગઈ હતી . હાલમાં ખેતર હોય તેમજ કોતરોને ખેતરોમાં મકાઈ હોય ત્યારે વન્ય પ્રાણીઓ જંગલની બહાર દિવસે પણ આવી જતા હોય છે. ત્યારે દુધામળી ગામમાં વન્ય પ્રાણી દિપડો ઘરમાં ઘૂસી જાય ત્યારે ગામમાં ફફડાટ ફેલાઈ જાય છે. સદ્‌ નસીબે ઘરની અંદર હાજર બાળકીને દીપડાએ કોઈ નુકસાન પહોંચાડ્યું ત્યાં સુધી દીપડો ઘરમાં જ આરામ અડિગો જમાવી દીધો છે. તેમજ થોડી થોડી વારે ત્રાડ પણ નાખી રહ્યો છે. ઘટનાની જાણ થતાં ધાનપુર વનવિભાગનો આરાએફઓ આર.બી ચોહાણ સહિત વનવિભાગનો સ્ટાફ ઘરની આસપાસ ખડે પગે રહીને દીપડાને રેસ્કયુ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં

આવી રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution