બોડેલી તા.૧૭ 

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ચલામલી પાસેથી પસાર થતી હેરણ નદીમાં નવા નીર આવતા તેમજ રાજવાસણા ડેમ છલકાતા ખુશીનો માહોલ

જાવા મળ્યો છે.

બોડેલી તાલુકાના ચલામલી ગામ પાસે પસાર થતી હેરણ નદી સિઝન માં પ્રથમ વખત બે કાંઠે વહેવા લાગી છે ઉપરવાસ તેમજ છોટાઉદેપુર જિલ્લા માં ધોધમાર વરસાદ થતાં નદીમાં નવા નીર આવતા હેરણ નદી બે કાંઠે વહેતી થઈ છે ત્યારે ખેડૂતો તેમજ આસપાસના વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તેમજ ચલામલી પાસે આવેલ રાજવાસણા આડ બંધ હેરણ નદીમાં નવા નીર આવતા છલકાયો હતો પરંતુ ગાયકવાડી રાજમાં બનેલ ડેમમાં કાંપ ભરાઈ જતા વરસાદનું અમૂલ્ય પાણી નદીમાં વહી જાય છે. ડેમ છલકાતા લોકો મનમોહન દ્રષ્યો જોવા માટે ઉમટી પડ્‌યા હતા બોડેલીના કોસીંદ્રા-ચિખોદ્રાના ગત ચોમાસામાં તૂટી ગયેલા પુલ પરથી લોકો જીવના જોખમે હેરણ નદીના નીર જોવા ઉમટ્યા હતા વાહનચાલકો પણ આ જોખમી પુલ પરથી વધુ લાંબુ અંતર ન કાપવું પડે તે માટે વાહન આ પુલ પરથી પસાર કરવા મજબુર બન્યા હતા સરકારે આ પુલના નવીનીકરણ માટે ગ્રાન્ટ ફાળવણી કરી હતી પણ તંત્ર દ્વારા ચોમાસા પહેલા કામગીરી કરવામાં ન આવતા અનેક ગામોને લાંબુ અંતર ખેડવાનો વારો આવશે .