બેફામ કારચાલકે બાઇક અને એક્ટિવાને અડફેટે લેતાં એક વૃદ્ધની જિંદગી હોમાઈ
24, એપ્રીલ 2022

ગોંડલ રાજકોટના ગોંડલ શહેરના બેફામ બેનેલા કારચાલકની બેદરકારી સામે આવી છે. જ્યાં વિક્રમસિંહજી કોમ્પ્લેક્સ રોડ પર બેફામ કારચાલકે બાઇક અને એક્ટિવાને અડફેટે લેતાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. જ્યાં એક વૃદ્ધની માનવ જિંદગી હોમાઈ જતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ સમગ્ર ઘટના  કેદ થઈ છે. હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના વિક્રમસિંહજી કોમ્પ્લેક્સ રોડ પર સવારના ભાગે પૂરપાટ વેગે આવતી એન્ડેવર કારે ૧ બાઇક અને ૧ એક્ટિવાને અડફેટે લઇ સીધી સામેની દુકાનમાં ઘૂસી હતી, જ્યાં ઊભેલા ૭૦ વર્ષીય વૃદ્ધ ઇકબાલ મુકાતી પર કાર કાળ બનીને ત્રાટકી હતી, જેને પગલે ઇકબાલભાઈનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં. હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે અને મૃતકના મૃતદેહને પીએમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution