વંદે ભારત મિશન હેઠળ અંદાજેે 11 લાખ ભારતીયો પરત ફર્યા: ઉડ્ડયન મંત્રાલય
19, ઓગ્સ્ટ 2020

દિલ્હી-

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મંગળવારે જાહેરાત કરી કે, વંદે ભારત મિશન અંતર્ગત કોરોવાઈરસ કોવીડ -19 રોગચાળાને કારણે વિદેશોમાં ફસાયેલા 10,98,000 થી વધુ ભારતીયોને પાછા લાવવામાં આવ્યા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ટ્વિટ્ટર પર લખ્યું હતું કે: “મે થી મિશન વંદે ભારત હેઠળ 10,98,000 થી વધુ ફસાયેલા ભારતીયોને પરત ફર્યા છે. બધા હિસ્સેદારોના સતત ટેકા વિના આ શક્ય ન હોત. આભાર!” 

નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ પણ માહિતી આપી હતી કે, ઉડાન કામગીરી માટે ભારત ઓસ્ટ્રેલિયા, ઇટાલી અને જાપાન સહિત 13 દેશો સાથે વાટાઘાટો કરી રહ્યું છે. “વીબીએમની પહોંચ અને અવકાશને વધુ મજબૂત બનાવવાનું ચાલુ રાખ્યું છે. યુએસએ, યુકે, ફ્રાન્સ, જર્મની, યુએઈ, કતાર અને માલદીવ સાથે હવાઈ મુસાફરીની વ્યવસ્થા પહેલાથી જ ચાલુ છે. હવે અમે આ પ્રયત્નોને આગળ ધપાવી રહ્યા છીએ અને આવી વ્યવસ્થા સ્થાપિત કરવા માટે વધુ 13 દેશો સાથે વાટાઘાટો કરી રહ્યા છે, ‘પુરીએ ટ્વિટ કર્યું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution