શહેરા, શહેરા ના ઝોઝ પાટીયા પાસેથી વન વિભાગે પ્રેટોલિંગ મા હતા તે દરમિયાન પસાર થતી પંચરવ લાકડા ભરેલ ટ્રક ને અટકાવી હતી.લાકડા ભરેલ ટ્રક ના ચાલક પાસે જરૂરી કાગળ માંગતા મળી ના આવ્યા હતા વન વિભાગે બે નંબરી લાકડાની અંદાજિત કિંમત ૬૫,૦૦૦ અને ૪,૭૫,૦૦૦ ટ્રક મળી અંદાજીત ૫,૪૦,૦૦૦ નો મુદામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથધરી હતી જ્યારે ફોરેસ્ટ વિભાગ એક માત્ર બે નંબરી લાકડા ની ગાડી પકડી ને સંતોષ માળી રહયુ છે બીજી તરફ બે નંબરી લાકડા ભરેલ ટ્રકો બિન્દાસ્ત રાત્રી દરિમયાન અમદાવાદ તરફ જતી હોય છે .શહેરા - ગોધરા હાઇવે માર્ગ ઉપર દિવસ અને રાત્રિ દરમિયાન લાકડા ભરેલ વાહનો ની અવર જવર વધી જતા ફોરેસ્ટ વિભાગ ના આર.એફ. ઓ રોહિત પટેલ ની સૂચનાથી જે. ટી.મકવાણા સહિત નો સ્ટાફ પ્રેટોલિંગ મા હતા તે દરમિયાન રાજેસ્થાન થી ગોધરા તરફ જઈ રહેલ પંચારવ લાકડા ભરેલ ટ્રક ઇત્ન ૧૨ ય્છ ૭૫૫૧ ને ઊભી રાખવા માટે હાથ કરતા ઊભી રાખી હતી

ચાલક પાસે લાકડા ની હેરા ફેરી કરવા માટે ના જરૂરી કાગળો માંગતા તે આપી શક્યો ના હતો જેથી ફોરેસ્ટ વિભાગ દ્વારા બે નંબરી લાકડા ભરેલ ટ્રક ને કચેરી ખાતે લાવી ને તપાસ હાથધરી હતી.ટ્રક મા પંચરવ લાકડા મા લીમડો અને કળજ ની અંદાજિત કિંમત ૬૫,૦૦૦ તેમજ રૂપિયા ૪,૭૫,૦૦૦ ટ્રક મળી કુલ ૫,૪૦,૦૦૦ નો મુદામાલ જપ્ત કરીને જરૂરી કાર્યવાહી હાથધરી હતી..ફોરેસ્ટ વિભાગ એ ટ્રક મા રહેલ પંચરવ લાકડા ક્યાંથી ભરેલ હતા અને ક્યા ખાલી કરવાના હતા તે દીશા મા તપાસ નો દોર શરૂ કર્યો છે ઉલ્લેખનીય છે કે આ હાઇવે માર્ગ પર અને મોરવા રેણા તરફ રાત્રિ દરમિયાન વધુ લાકડા ની હેરા ફેરી થવા સાથે વ્રુક્ષો નુ બેરોકટોક નિકંદન થઇ રહયુ છે ત્યારે વન વિભાગ એક્શન મા આવી ને બે નંબરી લાકડા ની હેરા ફેરી અટકાવે તે પણ અત્યંત જરૂરી લાગી રહયુ છે