જામનગર, જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા સોમવારના રોજ ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં વિભાપર રોડ પર આવેલ અડચણરૂપ ગેરકાયદે મકાન તોડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જાેકે, થોડા સમય પહેલા આ મકાન તોડી પાડવા માટે કામગીરી શરૂ કરવામાં આવતા મકાન માલીક દ્વારા આત્મવિલોપનની ધમકી આપવામાં આવતા કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી. જામનગરના વિભાપર રોડ પર રહેતા ઇકબાલ ખફી નામના આસામીનું ગેરકાયદે મકાન તોડી પાડવાની કાર્યવાહી જામનગર મહાનગર પાલિકાના એસ્ટેટ શાખા દ્વારા સોમવારના રોજ હાથ ધરવામાં આવી હતી.જેમાં અગાઉ મકાન માલીક ઇકબાલ ખફી અને પરિવારે મકાન તોડી પાડશો તો આત્મવિલોપનની ધમકી આપતા ડીમોલેશનની કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી. જે કાર્યવાહી સોમવારના રોજ ફરી હાથ ધરવામાં આવી હતી અને મકાન તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આજે મકાનના આગળનો ભાગ તોડી પાડવામાં આવ્યો હતો. બાદમાં ઘરની અંદર સામાન પડયો હોય જે દૂર કરવા માટે તંત્ર દ્વારા મકાનનો અમુક ભાગ બાકી રાખી દેવામાં આવ્યો હતો.