ગાંધીનગર-

રાજ્યમાં BSC નર્સિંગમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં BSC નર્સિંગમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકાર ધોરણ-12ના આધારે જ મેરીટ ગણશે. આ માટે NEET આધારિત પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે નહીં. રાજ્યના નાયબ મુખ્યમંત્રી તેમજ આરોગ્યમંત્રી નીતિન પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગેની જાહેરાત કરી છે. રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ઓછું થતા આશરે દોઢ વર્ષ બાદ શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યમાં હાલ ધોરણ-9 થી 12 સુધીના વર્ગોનું જ ઓફલાઈન શિક્ષણ શરૂ છે, જયારે ધોરણ-6 થી 8 ના વર્ગો શરૂ કરવામાં આવ્યાં નથી. જો કે આ વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ શરૂ છે, પણ આ વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યાં છે કે જલ્દી જ શાળાઓ તેમજ ઓફલાઈન વર્ગો શરૂ થાય. હવે વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યાં છે કે તેમને જલ્દી જ શાળાના વાતાવરણમાં અભ્યાસ કરવા મળે. ત્યારે આજની શિક્ષણવિભાગની બેઠક બાદ આ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. આ પહેલા રાજ્યના શિક્ષણપ્રધાને સૂચક નિવેદન આપ્યું હતું કે ધોરણ-6 થી 8 ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય 15 ઓગષ્ટ બાદ લેવામાં આવશે. આવતીકાલે 18 ઓગષ્ટે રાજ્યની કેબીનેટ બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવે તેવી પૂરી શક્યતા છે.