સુરત-

સુરત જિલ્લાના ઉમરપાડા તેમજ માંગરોળ તાલુકામાં ગત રાત્રિ દરમ્યાન ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ઉમરપાડામાં જ 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેને લઈ મોહન, વીરા અને વરેહ નદીમાં પૂરની પરિસ્થિતી સર્જાય છે. ઉમરપાડા અને માંગરોળના વરસાદને લઈ કીમ નદી પણ તોફાની બની છે.

સતત વરસી રહેલ વરસાદને લઈ પાણીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. આ પરિસ્થિતીને લઈ ઉમરપાડા માંગરોળ થઈ ઓલપાડના કીમ તરફ આવતી કીમ નદીની પરિસ્થિતી જોઈ 22 જવાનની એન.ડી.આર.એફની ટીમ કીમ તૈનાત કરવામાં આવી છે. ગત વર્ષે પણ કીમ નદીમાં રેલની પરિસ્થિતી સર્જાય હતી. જેને લઈ આજુબાજુના અનેક ગામોમાં વરસાદી પાણી પ્રવેશ્યા હતા જેને લઈ સતર્કતાના ભાગરૂપે એનડીઆરએફની ટીમ ઉતારવામાં આવી છે. ઉપરાંત કીમ નદીના કિનારે આવેલ ગામોમાં એલર્ટ જાહેર કરાયું છે.