દાહોદ, દાહોદના ઇન્દોર અમદાવાદ હાઈવે પર આવેલ મુવાલીયા ક્રોસિંગ પર વધતા જતા અકસ્માતોને લઈ સામાજિક આગેવાનો દ્વારા અંડરગ્રાઉન્ડ રસ્તો અથવા ઓવરબ્રિજ બનાવવાની માંગ ઉઠવા પામી છે તેવા સમયે દાહોદ તાલુકાના નાની સારસી ગામે રહેતા પોતાના દીકરાના ઘરે થી દાહોદ પરેલ ખડ્ડા કોલોનીમા આવેલ પોતાના ઘરે પગપાળા આવી રહેલા ૭૦ વર્ષીય વૃદ્ધને કોઈ અજાણ્યું વાહન જાેશભેર ટક્કર મારીને નાસી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ૭૦ વૃદ્ધનું સ્થળ પર જ અરેરાટી ભર્યુ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગત અનુસાર પટાવાળાની સરકારી નોકરીમાંથી રીટાયર્ડ થઈ નિવૃત્ત જીવન ગાળી રહેલા અને દાહોદ પરેલ ખડા કોલોનીમાં રહેતા ૭૦ વર્ષીય ભીખાભાઈ મકજીભાઈ મેડા નવેક વાગ્યાના સુમારે નાની સારસી ગામે રહેતા તેમના દીકરા રાજુભાઈના ઘરેથી પગપાળા પોતાના પરેલમાં આવેલા ઘરે આવવા નીકળ્યા હતા. તે દરમિયાન રસ્તામાં ઇન્દોર અમદાવાદ હાઈવે પર મુવાલિયા ક્રોસીંગ નજીક હતા તે વખતે કોઈ અજાણ્યું પૂરપાટ દોડી આવતું વાહન જાેશભેર ટક્કર મારી રોડ પર પાડી દઈ નાસી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ભીખાભાઈ મેડા નું માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ થતા સ્થળ પર જ અરેરાટી ભર્યુ મોત નીપજ્યું હતું આ સંબંધે દાહોદ તાલુકા પોલીસે ફેટલ નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદના ઇન્દોર અમદાવાદ હાઈવે મુવાલિયા ક્રોસીંગ જ્યાં અવારનવાર અકસ્માતો સર્જાઈ છે અને રાહદારીઓ તથા વાહન ચાલકો છાશવારે તેના ભોગ બને છે આ મુવાલિયા ક્રોસીંગ પર દાહોદ શહેરને જાેડતા ૧૫ ગામોનો મુખ્ય માર્ગ છે. ક્યાં ઝાયડસ મેડિકલ કોલેજ પણ આવેલી છે જ્યાં આવા મુખ્ય માર્ગ પર હાઇવે ઓથોરિટી દ્વારા આ હાઇવે બનાવ્યો ત્યારે આ મામલે કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. જેથી દાહોદનું આ મુવાલિયા ક્રોસીંગ અકસ્માત ઝોન તરીકે પંકાઈ ગયું છે.