સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા ઓનલાઇન ડાન્સ કોમ્પટીશન યોજાઇ
29, જુન 2020

વડોદરા તા.૨૯ 

સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર ની લેડીઝ વિંગના હિના શાહ અને પ્રીતિ શાહ દ્વારા સન ફાર્મા રોડ પરના નૃત્ય મેઘ એકેડેમી ના સંચાલિકા મેઘા શાહ સાથે આયોજિત ઓનલાઇન ડાન્સ કોમ્પીટીશન નૃત્ય મહોત્સવ ૨૦૨૦ યોજવામાં

આવી હતી.

તેનું ઈ- દીપ પ્રાગટ્ય નો નવતર અભિગમ અપનાવ્યો હતો.કમિટીના જ પલ્લવીબેને, જીગર શાહની મદદથી સ્વાગત નૃત્ય બાદ ભારતનાટ્યમ કથક અને લોક નૃત્ય એમ ત્રણ કેટેગરીમાં આશરે ૨૦૦થી પણ વધુ રજિસ્ટ્રેશન આવ્યા હતા, તેમાંથી નિર્ણાયક ગણ - નૃત્ય ગુરુ દીપલબેન પંડયા, દીપાબેન પિલ્લઈ અને લોકનૃત્ય ગુરુ યોગેશ શ્રીસથના નિર્ણયના આધારે જાહેર થયા હતા. ૧૫ દિવસમાં નવા ૫૦૦૦ વણિકો દેશ-વિદેશમાંથી આ ગ્રુપમાં જોડાવા હતા વિજેતાઓ ઉપરાંત ૬૦ વર્ષથી મોટી ઉંમરના સ્પર્ધકોને “સ્પેશિયલ આૅનર ઈ સર્ટીફેકેટ  આપવામાં આવ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution