21, જુલાઈ 2021
ગાંધીનગર-
રાજ્યના ૭૦ હજારથી વધુ પોલીસકર્મીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. પોલીસ રિવોર્ડ પોલિસીમાં મહત્વનો ફેરફાર કરાશે. અલાયદી રિવોર્ડ પોલિસીને નાર્કોટિક માટે અમલી બનાવાશે. ગૃહ વિભાગ દ્વારા આગામી સમયમાં પોલિસી અંગે મહત્વની જાહેરાત કરાશે. એટલે કે જાે નાર્કોટિકનો કેસ કરાશે તો વિશેષ રિવોર્ડ અપાશે. નાર્કોટિકના ગુણવત્તાયુક્ત કેસની ચોક્કસ ટકાવારી પ્રમાણે રિવોર્ડ અપાશે. રાજ્યના કોઈ પણ પોલીસકર્મી કે ટીમને કેસની ગુણવત્તાને આધિન પ્રોત્સાહિત કરાશે. નાર્કોટિકના મહત્તમ કેસ કરવા પર ગૃહ વિભાગનું ધ્યાન કેન્દ્રિત થયું છે.