આનંદીબેન પટેલે ક્રાફ્ટરૂટ્‌સ એક્ઝિબિશનનું ઉદ્‌ઘાટન કર્યું
03, માર્ચ 2023

રાજકોટ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આજે રાજકોટની મુલાકાતે આવ્યા છે. આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલ દ્વારા આજથી ૬ માર્ચ સુધી રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ક્રાફ્ટરૂટ્‌સ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનનું ઉદ્‌ઘાટન આનંદીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનની અંદર દેશના અલગ અલગ વિસ્તારોમાંથી ૨૨ રાજ્યોના ૨૫,૦૦૦ જેટલા કલાકારોએ તૈયાર કરેલ ૭૫થી વધુ ક્રાફ્ટ્‌સ રાજકોટ એક્ઝિબિશનમાં પ્રદર્શિત કરવામાં આવશે. આનંદીબેને જણાવ્યું હતું કે,બેરોજગાર પતિને પણ ક્રાફ્ટકલાથી મહિલાઓ પગભર બનાવ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આપણા દેશમાં એગ્રીકલ્ચર બાદ ક્રાફ્ટ સેક્ટરમાં ૨થી અઢી કરોડ લોકો જાેડાયા છે. આ અનઓગ્રેનાઇઝડ સેક્ટર છે. જેને ઓર્ગેનાઇઝડ કરવું જરૂરી હતું. જેના માટે અમારી સંસ્થાઓ મૂવમેન્ટ શરૂ કરી. અલગ-અલગ સેલ્ફ ગ્રુપ, કોર્પોરેટ ગ્રુપ, ઇન્ડીવિઝીયુઅલ આર્ટીઝન એન્ટપ્રિનિયર જે પોતાની પ્રાઇવેટ કંપની હોય જે ક્રાફ્ટ સાથે જાેડાયેલા હોય, એજ્યુકેશન ઇન્સ્ટટ્યૂટ વચ્ચેને ભેગા કરીને આ પ્લેટફોર્મ શરૂ કર્યું. આ પ્લેટફોર્મ દરેક લોકો સાથે કામ કરે છે. અમે ૨૨ રાજ્યોના ક્રાફ્ટ સાથે જાેડાયેલા છીએ. ૮૫થી વધુ ક્રાફ્ટરૂટ્‌સના એક્ઝીબિશન ભારત તથા વિદેશમાં થયા છે. કારીગરોની પ્રોડક્ટ વેંચાય તેની જવાબદારી સંસ્થા લે છે. પ્રોડક્ટ વેંચાય ત્યારે જ્યારે તેની ડીઝાઇન વ્યવસ્થિત હોય, કોસ્ટ બરોબર હોય, યોગ્ય સમયે ડિલીવરી થતી હોય તો જ પ્રોડક્ટ વેચાય અમે અમારા ડિઝાઇનરની પાસે પણ કારીગરોને લઇ જાય તેથી કંઇક નવું થઇ શકે. રો-મટીરીયલ જાેતું હોય તો તેની મદદ કરીએ. મોટો ઓર્ડર હોય તો સંસ્થા વગર વ્યાજે લોન આપે છે.

હાલ સંસ્થા સાથે દેશભરમાંથી ૨૫૦૦૦થી વધુ લોકો જાેડાયા છે. તેનો ગર્વ છે. ક્રાફ્ટરૂટ્‌સ સંસ્થામાં ઘણા બધા વોલીયન્ટર્સ જાેડાયા છે. ૨૦ થી વધુ ડિઝાઇનીંગ સ્કૂલો સાથે જાેડાયેલા છીએ. તેના ૨૦૦થી વધુ ઇન્ટરસની એપ્લીકેશન આવતી હોય છે. દર વખતે એક્ઝિબિશનમાં કારીગરો ૭૦થી ૭૫ લાખ રૂપિયાનું વેંચાણ થાય છે. ઉલ્લેખનીય છે કે ક્રાફટરૂટસ્‌ એકઝીબિશનમાં ૮ થી ૧૦ ક્રાફટનું લાઈવ ડેમોસ્ટ્રેશન રાખવામાં આવ્યું છે.જેમાં બાળખોને કોટરી કરવી હોય તો તે શીખી શકશે માટીમાં હાથ નાખવા બાળકો તૈયાર નથી હોતા તેઓ મોબાઈલ સાથે જાેડાયેલા રહે છે તો માટીથી બનતી વસ્તુ બાળકો જાેઈ શકશે ને બનાવી પણ શકશે. લાઈવ ડેમોસ્ટ્રેશન થકી કારીગરોની કળા વિશે માહિતી મળી શકશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution