આંધ્રપ્રદેશ-

આંધપ્રદેશના ચિતૂર જિલ્લાના પુતલાપટ્ટ મંડળના બંદાપલ્લીની એક દૂધ ડેરીમાં ગુરૂવારે એમોનિયા ગેસ લીક થયો હતો. જેમાં આશરે 20 લોકો પ્રભાવિત થયા છે. ગેસ લિકેજ થતાં લોકો બેભાન થઈ ગયા, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.

મળતી માહિતી મુજબ પુટલાપટ્ટની પાસે હાટસન કંપનીની દૂધ પ્રોસેસિંગ યુનિટમાં એમોનિયા ગેસ લિકેજ થયો હતો. જેમાં કામ કરતા 14 મજૂરોને ચિત્તૂરની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણની હાલત ગંભીર છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ ત્રણેયને વધુ સારવાર માટે એસવીઆઇઓએમએસ અથવા રૂઇયા હોસ્પિટલમાં ખસેડવામાં આવી શકે છે.

આંધ્રપ્રદેશના ચિતૂર જિલ્લાના પુતલાપટ્ટ મંડળના બંદાપલ્લીની એક દૂધ ડેરીમાં ગુરૂવારે એમોનિયા ગેસ લીક થયો હતો. જેમાં આશરે 20 લોકો પ્રભાવિત થયા છે. ગેસ લિકેજ થતાં લોકો બેભાન થઈ ગયા, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી ત્રણ લોકોની હાલત ગંભીર જણાઇ રહી છે.