આંધ્રપ્રદેશનો સાક્ષરતા દર બિહારના 70.9 ટકાના દર કરતાં પણ ઓછો
07, સપ્ટેમ્બર 2020

દિલ્હી-

સામાન્ય રીતે સાક્ષરતા દરની વાત આવે છે ત્યારે હંમેશા કહેવામાં આવે છે કે સાઉથના રાજ્યોમાં સાક્ષરતાનો દર ઊંચો છે અને ઉત્તરના રાજ્યોમાં નીચો હોય છે, પરંતુ તમે દર વખતની જેમ બીબાઢાળ રીતે આ વિચારતા હોવ તો તમે ખોટા છો.

વાસ્તવિકતા એ છે કે આંધ્રપ્રદેશ ભારતના બધા રાજ્યોમાં સાક્ષરતા દરમાં 66.4 ટકાના દરે સૌથી તળિયે છે અને તેનો દર બિહારના 70.9 ટકાના દર કરતાં પણ ઓછો છે. તેલંગણા 72.8 ટકાના સ્તર સાથે 77.7 ટકાની રાષ્ટ્રીય સરેરાશથી નીચે છે. જ્યારે આસામ 85.9 ટકાના દર સાથે ઉપર છે અને કર્ણાટક 77.2 ટકા સાથે ઉત્તરાખંડના 87.6 ટકાથી પાછળ છે, ફક્ત કેરળ અને દિલ્હી જેવા અગ્રણી રાજ્યોની સાથે કેન્દ્રશાસિત પ્રદેશો જ તેમા આગળ છે.

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા શિક્ષણ અંગે જારી કરવામાં આવલે આંકડા સાક્ષરતાના મોરચે અલગ જ ચિત્ર રજૂ કરે છે, તેમા વિકસિત રાજ્યો આ મોરચે પાછળ પડી ગયેલા દેખાય છે. આ આંકડા 2017-18ના છે અને તેમા સાતથી વધુ વયના બધા લોકોને ધ્યાનમાં લેવાયા છે. બધી જ પૂર્વધારણાઓ ખોટી હોય તે જરૂરી નથી. કેરળ સાક્ષરતા દરની રીતે 96.2 ટકાના દર સાથે દેશના રાજ્યોમાં ટોચ પર છે. વધારે મહત્વની વાત એ છે કે કેરળમાં પુરુષ અને સ્ત્રીના સાક્ષરતા દર વચ્ચેનો તફાવત માંડ 2.2 ટકા છે. જ્યારે અખિલ ભારતીય સ્તરે આ તફાવત 14.4 ટકા છે. તેમા પુરુષ સાક્ષરતા દર 84.7 ટકા અને મહિલા સાક્ષરતા દર 70.3 ટકા છે. 

સામાન્ય રીતે નીચો સાક્ષરતા દર ધરાવતા રાજ્યમાં આ ટકાવારી ઊંચી જાેવાઈ છે. આંધ્રમાં જ જાેઈએ તો પુરુષ અને સ્ત્રી સાક્ષરતા દરનો તફાવત 13.9 ટકા છે, જ્યારે રાજસ્થાનમાં 23.2 ટકા, બિહારમાં 19.2 ટકા અને ઉત્તરપ્રદેશમાં 18.4 ટકા છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution