કુચિયાદળ ગામની આંગણવાડી જર્જરિત, ૩૦૦થી વધુ બાળકોની હાલત દયનીય
07, મે 2022

રાજકોટ, રાજકોટ જિલ્લાના કુચિયાદળ ગામની આંગણવાડીની હાલત ખંડેર મકાન કરતા પણ બત્તર છે. આ જર્જરિત આંગણવાડીમાં ગામના ૩૦૦ બાળકો જીવના જાેખમે અભ્યાસ કરી રહ્યા છે. અહીં છત પર જર્જરીત લોખંડના તાર કટાયેલા દેખાઈ રહ્યા છે.પોપડા પડેલા છે. જાે એકપણ પ્લાસ્ટરનું પોપડું બાળક પર પડયું તો સમજવું કે, દુર્ઘટના ઘટી. તેમ છતાં અહીં બાળકો ભણવા માટે મજબૂર છે. કુચિયાદળ ગામમાં ખંડેર થઈ ગયેલા આંગણવાડીના બિલ્ડીંગો હેઠળ ગમ્મત સાથે જ્ઞાન મેળવતા નાના ભૂલકાઓની હાલત દયનીય છે. લાઈટના પોલ માંથી પાણી ટપકી રહ્યું છે. રૂમનું બાંધકામ ડેમેજ હાલતમાં પહોંચી ગયું છે. મોટા ગાબડાઓ પડેલી છત અને તેમાં પણ સિમેન્ટ તથા કોન્ક્રીટનો ભાગ ઉખડી ગયો છે. જેને પગલે સ્થાનિકો દ્વારા આ જર્જરિત આંગણવાડીને વહેલી તકે રીપેર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution