ભરૂચ

ભરૂચમાં શ્રીજીની સ્થાપના બાબતે જિલ્લા કલેકટરનું જાહેરનામું હોવા છતાં ગણેશ ઉત્સવના આયોજકોએ જાહેરમાં પંડાલો ઉભા કરતા તેમની સામે કાયદાનો કોરડો વીંઝ્‌યો છે. પોલીસે ગણેશ પંડાલો તોડી પાડતા શ્રીજી ભક્તોમાં રોષ ઉભો થયો છે.

ભરૂચમાં જિલ્લા કલેકટરે માત્ર બે ફૂટની ગણેશ પ્રતિમાના માત્ર ઘરમાં જ સ્થાપન માટે જાહેરનામું પ્રસિદ્ધ કરી જાહેરમાં ગણેશ ઉત્સવ માટે પ્રતિબંધ મૂક્યો હતો. આમ છતાં ગણેશ આયોજકોએ પોતપોતાના વિસ્તારમાં પંડાલો ઉભા કર્યા હતા. જેની સામે પોલીસે લાલ આંખ કરી કાયદાનો કોરડો વિંઝ્‌યો હતો. પોલીસે વિવિધ વિસ્તારોમાં ગણેશ પંડાલો તોડી નાખતા શ્રીજી ભક્તો હેબતાઈ ગયા હતા. અત્યાર સુધી મનફાવે તે રીતે શ્રીજીની વિશાળ પ્રતિમાઓના સ્થાપન સામે મૌન સાધનાર પ્રશાસન અને પોલીસે ગણેશ ઉત્સવ સામે કાયદાનો કોરડો વિંઝતા ગણેશ ભક્તોમાં રોષ ઉભો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાના સંક્રમણને કારણે આ વખતે જાહેરમાં ગણેશોત્સવ મનાવવાની મનાઇ છે.