વડોદરા,તા.૨૯  

વડોદરા મહાનગર પાલિકાના શાસકો દ્વારા બિલ્ડર સાથેની મિલીભગતમાં સંજયનગરના રહીશોને ઘર વિહોણા કર્યાના આક્ષેપ સાથે રહીશો વાયદા મુજબ મકાન ન મળતા આખરે આઅંદોલનનો રાહ અપનાવ્યો છે.પાલિકાના સત્તાધીશો સામે મકાન આપવાની માગ સાથે છેલ્લા કેટલાક દિવસોથી બાયો ચઢાવી રહેલ સંજયનગરના રહીશો દિવસે દિવસે વધુને વધુ ઉગ્ર બની રહયા છે.દોઢ વર્ષમાં મકાન આપવાનો વાયદો કરીને જગ્યા ખાલી કરાવ્યા પછીથી હજુ બમણો ત્રણ વર્ષ જેટલો સમય થવા આવ્યો છતાં તેઓની જગ્યા પાર એક ઈટ પણ મુકાઈ નથી.જેને લઈને રહીશોનો રોષ ચોથા આસમાને પહોચી ગયો છે.વારંવાર પાલિકાના શાસકો અને તંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં પણ છ-છ માસથી રહીશોને મકાનનું ભાડું પણ ચુકવવામાં આવ્યું નથી એ બાબતે પણ આક્રોશ પ્રગટ કર્યો હતો.આવાસોના મુદ્દે ઉગ્ર બનેલા સંજય નગરના રહીશોએ વારસિયા મુખ્ય માર્ગ પાર ચક્કાજામ કર્યો હતો.રોડ પાર ઉતરી આવેલા રહીશોએ ભારે હોબાળો મચાવીને વાહનવ્યવહાર ઠપ્પ કરી દેતા એક તબક્કે પોલીસ દોડતી થઇ ગઈ હતી.તેમજ  

પોલીસે બળ પ્રયોગ કરીને દેખાવો યોજનારને વિખેરવાને માટે પ્રયાશ કર્યો હતો.તેમજ ૭૦ થી વધુ દેખાવકારોની અટકાયત કરી હતી.તેમજ તમામને એક બસમાં ભરીને લઇ જવામાં આવ્યા હતા.આ પ્રદર્શનકારીઓ દેખાવના આવેગમાં સોશ્યલ ડિર્સ્ટન્સિંગ રાખવાનું ભાન ભૂલી ગયા હતા.આવાસની માગણી સાથે રહીશો દ્વારા બિલ્ડરની ઓફિસે પણ દેખાવો યોજ્યા હતા.જ્યાં તેઓએ થાળી વેલણ વગાડીને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. આ અગાઉ તેઓ બિલ્ડરની ઓફિસમાં તોડફોડ કરી ચુક્યા છે.છેલ્લા ત્રણ દિવસથી ધરણા પર બેઠેલા રહીશો આંદોલન જારી રહેશે એમ જણાવી રહ્યા છે.