અંક્લેશ્વર, કોરોના  મહામારીના કારણે હજારો લોકો સંક્રમિત થયા છે અને સેંકડો એ જાનથીહાથ ધોયા છે. હાલના સમયમાં કોરોનાની કોઈ દવા શોધાઈ નથી, ત્યારેપ્રિવેન્ટિવ સ્ટેપ્સ અને વેક્સિન કોરોના સામેની લડતમાં મજબૂત હથિયારમાનવામાં આવી રહ્યા છે.તેવામાં અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત ભારતબાયોટેક ની સબ્સિડિયરી કાયરોન બેહરિંગ વેક્સિન્સ પ્રાઇવેટ લિમિટેડ કોવેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે.ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન ની હાલમાં વેક્સીન અપાઈ રહી છે. દેશમાં દરેક નાગરિકને વેક્સિનનીજરૂર છે. ત્યારે ઉત્પાદન વધારવા ઉપર ભાર અપાઈ રહ્યો છે. હવે ભારત બાયોટેકની વેક્સિન કોવેક્સિન નું ઉત્પાદન અંકલેશ્વરમાં થવા જઈ રહ્યુ છે.ભારત બાયોટેકના કોફાઉન્ડર અને ત્નસ્ડ્ઢ સુચિત્રા એલ્લાએ ટ્‌વીટ દ્વારા જાણકારી આપી છે કેઅંકલેશ્વર સ્થિત કંપનીની સબ્સિડિયરી કાયરોન બેહરિંગ ેક્સિન્સ પ્રાઇવેટલિમિટેડ  અંકલેશ્વર માં ઉત્પાદન શરૂ કરશે.સૂત્રો અનુસાર જૂનના પહેલા સપ્તાહ થી ફોર્મ્યુલેશન અને પેકિંગ ની પ્રક્રિયા શરૂકરાઈ શકે છે. જયારે ટૂંક સમયમાં કંપનીની બે લાઈનમાં પ્રોડક્શનની પ્રક્રિયા પણશરૂ થઇ જશે.હાલમાં હૈદરાબાદ અને બેંગાલુરૂમાં મોટાપાયે વેક્સિનનું ઉત્પાદનકરાઈ રહ્યુ છે. દેશમાં વેક્સિનની મોટી માંગના કારણે હવે અંકલેશ્વરમાં પણવેક્સિનનું ઉત્પાદન શરુ કરશે. અંકલેશ્વર સ્થિત સબ્સિડિયરી કાયરોન બેહરિંગવેક્સિન્સ પ્રાઇવેટ લિમિટેડ  ની વાર્ષિક ૨૦૦ મિલિયન ડોઝ ઉત્પાદન ની ક્ષમતાછે.અંકલેશ્વર ની આ કંપની હાલમાં રેબિસની વેક્સિનના ઉત્પાદનને અટકાવી કોરોનાવેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે.ગુજરાતમાં શરૂ થનાર આ ઉત્પાદનના કારણેગુજરાતીઓને વિશેષ લાભ મળશે કે નહિ તે ઉપર હજુ કોઈ સ્પષ્ટતા થઇ નથી.જાેકે ગુજરાતની ધરા ઉપર વૈશ્વિક મહામારી ને નાથવા માટે મહત્વનું શસ્ત્ર મનાતીવેક્સિનનું ઉત્પાદન મહત્વની અને ગર્વની બાબત મનાઈ રહી છે.આ અંગે કાયરોન બેહરિંગ કંપની ના અધિકારી ઓ એ કંઈપણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.