16, નવેમ્બર 2020
વડતાલ મંદિરમાં દિપોત્સવ સાથે અન્નકુટ મહોત્સવ ઉજવાયો હતો. હાલ કોરોનાની મહામારી ચાલતી હોવાથી જ્યાં અગાઉના વર્ષોમાં અન્નકુટ મહોત્સવમાં લાખોનું મહેરામણ ઉમટતુ હતુ ત્યાં આ વખતે ખૂબ ઓછા શ્રદ્ધાળુઓ વચ્ચે અન્નકુટ આરતી કરવામાં આવી હતી. સંતો, મહંતો અને દર્શનાર્થીઓ કોરોનાની ગાઈડલાઈન વચ્ચે સવારની મંગળા આરતીથી માંડી દિવસ દરમિયાનના તમામ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. મંદિરમાં છેલ્લા કેટલાય દિવસથી ૨૦થી વધારે બ્રાહ્મણો વિવિધ વાનગી બનાવી રહ્યા હતા. જ્યાં આજે ભગવાનને અન્નકુટનો ભોગ ધરાવાયો હતો.