પાવીજેતપુર

પાવીજેતપુર તાલુકાની સનરાઇઝ શાળા ગણપતિ ઉત્સવ નિમિત્તે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં સર્વ ધર્મ સમભાવ ની ઉક્તિ સાર્થક થાય તેવા હેતુસર શાળાના આચાર્ય તેમજ શાળાના ટ્રસ્ટી મંડળ દ્વારા આજરોજ સનરાઇઝ શાળામાં ગણપતિ ભગવાન માટે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું સાથે - સાથે સનરાઈઝ શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા આરતીની થાળી શણગારવાની સ્પર્ધાનું શાળા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ ૬ થી ૮ ની વિદ્યાર્થીનીઓ દ્વારા આરતીની થાળ ખૂબ જ સુંદર ભક્તિ ભાવ દ્વારા થાળીને શણગારવામાં આવી હતી અને સાથે જ આ વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન રૂપે નંબર પણ શાળા દ્વારા આપવામાં આવ્યો હતા પ્રથમ નંબર- રાઠવા કીર્તિબેન કમલેશભાઈ, બીજાે નંબર - મિસ્ત્રી નિક્કી બેન ગૌતમભાઈ, ત્રીજાે નંબર - રાઠવા દિશાબેન નગીનભાઇ જેઓને શાળાના ટ્રસ્ટી શ્રી કૌશિક ભાઈ નગીનલાલ શાહ તરફથી ઇનામ આપવામાં આવ્યું અને આચાર્ય કૃણાલભાઈ શાહ તરફથી શાળાના તમામે તમામ બાળકોને કોમી એકતામાં અનેકતા અને સર્વ ધર્મ પ્રત્યે સમભાવ કેળવાય તે માટે વિદ્યાર્થીઓને અત્યારથી જ પ્રેરણા આપવામાં આવી.