વલસાડ, વલસાડ મામલતદાર કચેરીમાં બેસવાની સુવિધાના અભાવે અરજદારોની હાલત કફોડી બની છે. લોકડાઉનમાં લોકોને કોરોનાના સંક્રમણ થી બચાવવા ચાર્જ ાં રહેલ તત્કાલીન મામલતદાર વસાવા એ બેસવા માટે અહીં રહેલ બેન્ચને દૂર ખસેડાવી હતી.પહેલા માળ પર બેસી કામગીરિ કરતા હતા પરન્તુ હવે વલસાડ મામલતદાર તરીકે એસ કે મોવલિયા આવ્યા છે અને તેવો નીચે બેસી કચેરી ચલાવે છે બેસવા માટે રાખવા માં આવેલ બેન્ચ દૂર હોવા થી કેસ માં નામ બોલાય ત્યારે ત્યાં સુધી સંભળાય નહિ જેથી અરજદારો એ મામલતદાર ના ચેમ્બર સામે જ ઉભા રહેવાની ફરજ પડે છે તાલુકા માં સમાવિષ્ટ ગામો ના ઘણા અરજદારો તેમને આપવા માં આવેલ તારીખ પ્રમાણે હાજર રહે છે પરંતુ કલાકો સુધી ઉભા રહેવું પડતું હોવાને કારણે ી હેરાનગતિ થતી હોય છે.મામલતદાર અરજદારોની હેરાનગતિ ને ધ્યાનમાં રાખી અરજદારો બાબતે વિચારી બેસવાની સુવિધા કરે એવી માંગ ઉઠી છે.