પંચમહાલ જીલ્લામાં તલાટીઓની ઘટના કારણે પ્રજાજનો હેરાન
17, જુલાઈ 2021

શહેરા, શહેરા સહિત જિલ્લા મા આવેલ તાલુકા પંચાયત કચેરી ખાતે મહેકમ મુજબ તલાટી નો સ્ટાફ નહીં હોવાથી એક તલાટી કમ મંત્રી પાસે બે કે ત્રણ ગ્રામ પંચાયતનો ચાર્જ હોય છે તલાટીઓની મોટી ઘટ ના કારણે પ્રજાજનો ને હાલાકી ભોગવવી પડતી હોય છે. અને કેટલાક ઈન્ચાર્જ તલાટીઓ હોવાથી લોકોને કામ માટે ધરમ-ધકકા ખાવાનો વારો આવ્યો છે. જીલ્લામાં અનેક પછાત તાલુકા હોવાથી અને અંતરિયાળ ગામડાઓમાં તલાટીઓની અછતના કારણે જીલ્લાની પ્રજા પારાવાર મુશ્કેલી ભોગવી રહી હોવાનું સામે આવી રહ્યું છે. પંચમહાલ જીલ્લો વિસ્તારની દ્રષ્ટિએ મોટો ગણાય છે. પંચમહાલ જીલ્લામાંથી મહિસાગર જીલ્લો છુટો થયા બાદ જીલ્લામાં ૫૦૧ ગ્રામ પંચાયત કાર્યરત છે. હાલમાં ગ્રામીણ વિસ્તારમાં સર્વાંગી વિકાસ થાય તે હેતુથી ગ્રામ પંચાયતોમાં સરકારની વિવિધ યોજનાઓની કામગીરી ચાલી રહી છે. તેમજ આ બાબતે જીલ્લાકક્ષાએ થી ગ્રામ પંચાયતોમાં સીધુ સંચાલન કરવામાં આવી રહ્યું છે. જેમાં એક તલાટીને ૨ થી ૩ ગ્રામ પંચાયતનો ચાર્જ સોંપવામાં આવતા સરકારી વિકાસલક્ષી કામો પર અસર પડી રહી જાેવા મળી રહી છે. જેના કારણે સરકારી યોજના તથા ગ્રામજનોના દાખલાઓ સહીતના કામો અટવાયા જતા જાેવા મળી રહ્યા છે. જીલ્લામાં તલાટીઓના અછતના મામલે ગ્રામ પંચાયતોના સરપંચોમાં પણ છુપો રોષ વ્યાપેલો જાેવા મળી રહયો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. જીલ્લામાં તલાટી કમ મંત્રીઓની અછત અને ધટ હોવાથી અન્ય ગ્રામ પંચાયતોના ભાર તલાટી કમ મંત્રીઓના હવાલે હોવાથી દોડધામ કરવાનો વારો તલાટીઓને પણ આવે છે.

પંચમહાલ જીલ્લામાં ૫૦૧ ગ્રામ પંચાયતોમાં ૫૦ ટકા પણ તલાટી કમ મંત્રીઓ નથી. ત્યારે ગ્રામ પંચાયતોમાં તલાટી કમ મંત્રીઓ દ્વારા કેવો વહીવટ કરવામાં આવતો હશે એવા અનેક સવાલો લોકોમાં ચર્ચાનો મુદ્દો બની રહયો છે. પંચમહાલ જીલ્લામાં સાત તાલુકાઓનો સમાવેશ થાય છે. જેમાં ગોધરા, શહેરા, મોરવા(હ), કાલોલ, હાલોલ, ઘોઘંબા અને જાંબુધોડા આવેલા છે. જીલ્લાના આ સાત તાલુકાઓમાં કુલ ૫૦૧ ગ્રામ પંચાયત અસ્તીત્વમાં છે. જેના સામે ૨૪૫ તલાટીઓ છે. જેના કારણે ગામડાઓના લોકોને સામાન્ય આવકના દાખલા, જાતિના દાખલા, રેશનકાર્ડ, પછાતવર્ગના ફોર્મ જેવા અનેક દસ્તાવેજાે તેમજ અન્ય કાગળો ઉપર તલાટીના સહી-સિકકા કરાવવા માટે ગ્રામજનોને દિવસોના દિવસ સુધી આંટાફેરા કરવા પડતા હોય છે. છાશવારે તલાટીઓના ચાર્જ બદલવામાં આવતા ગ્રામ પંચાયતમાં તલાટી કોન છે... તે શોધવામાં પ્રજાને દિવસોના દિવસો લાગી રહ્યા છે. પંચમહાલ જીલ્લામાં તલાટીઓના અછતના કારણે ગણતરીના તલાટીઓથી સમગ્ર જીલ્લાના ગ્રામપંચાયતોના વહીવટોના અંધારૂ છવાયું તેમ લાગી રહ્યું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. એક તલાટીને ૨ - ૩ ગ્રામ પંચાયતોના ચાર્જ સોંપવામાં આવતાં તલાટી કમ મંત્રી અઠવાડિયામાં બે દિવસ ગામની મુલાકાતે જતા હોય છે. જેથી જીલ્લાની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. તલાટીઓના અછતને કારણે જીલ્લાના ગામડાઓમાં થતો વિકાસ અટવાયો હોય તેમ લાગી રહ્યું છે. જીલ્લામાં પંચાયતક્ષેત્રે તલાટીઓની પડેલી મોટી અછતને નિવારવા માટે અને પંચાયત રાજમાં સરળ મહેસુલી સેવા મળી રહે તે માટે રાજ્ય સરકારે પ્રયાસો હાથ ધરવું જરૂરી જણાય છે. જેથી લોકોની હાલાકી દુર થશે.

બે કે ત્રણ ગ્રામ પંચાયતો વચ્ચે એક તલાટી

પંચમહાલ જીલ્લાના કેટલાક તાલુકાઓમાં એક તલાટીને બે- ત્રણ ગ્રામ પંચાયતોનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જેના પરિણામે તલાટીઓ કામને ન્યાય આપી શકતા નથી અને તેમના ઉપર કામનું ભારણ પણ વધી ગયેલું જાેવા મળી રહયુ છે. જેના કારણે આવી ગ્રામ પંચાયતોમાં વિકાસના કામો અને પંચાયતોનો વહીવટ ઠપ્પ થઈ ગયો છે. અને સામાન્ય કામ માટે પ્રજા રઝળપાટ કરતી જાેવા મળી રહી છે. ગામડાઓની અભણ પ્રજા તલાટીની રાહમાં ગ્રામ પંચાયતની કચેરીએ સવાર થી સાંજ સુધી ધરમના ધકકા ખાતી હોવાનું પણ જાણવા મળી રહયુ છે. પરંતુ તલાટી અઠવાડિયામાં બે દિવસ ગામની ઉડતી મુલાકાતે આવતા ગામની પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે. પંચમહાલ જીલ્લાના તલાટીઓની હાલની સ્થિતી.તાલુકા સેજા મંજુર સેજા ભરતીગોધરા ૭૪ -૬૧,કાલોલ ૭૩ -૫૨,હાલોલ ૬૫-૩૯,શહેરા ૫૦ -૩૩,મોરવા(હ) ૩૩ -૨૮,ઘોઘંબા ૩૪ -૨૭,જાંબુધોડા ૧૭ – ૦૫ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution