01, નવેમ્બર 2023
સીંગવડ ઃ સિંગવડ તાલુકાના રણધીકપુર પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન તેમજ લોક દરબાર નું આયોજન જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલા ની અધ્યક્ષતા હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લીમખેડા એ.એસ.પી બિશાખા બેન જૈન પણ ઉપસ્થિત રહ્યા હતા અને રણધીપુર પોલીસ સ્ટેશન એ પહોંચ્યા ત્યારે રણધીપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ અને રણધીકપુર પોલીસ મથકના જવાનો દ્વારા અધિકારીઓનો ગાર્ડ ઓફ ઓનર આપી સાથે પોલીસ સ્ટાફએ વેલકમ કરવામાં આવ્યું હતું. તાલુકાના પૂર્વ પ્રમુખ સી.કે.કિશોરી, સિંગવડના પૂર્વ સરપંચ જીવણભાઇ વહુનીયા, સિંગવડ તાલુકાના વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો ગામના વેપારીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા રણધીપુર પોલીસ સ્ટાફને રહેવા માટે રેણાંક મકાનોની વ્યવસ્થા કરવા સહીત , રંધીકપુર પોલીસ મથકમાં મહેકમ ઓછું હોય સ્ટાફની ભરતી થાય તો ૭૧ ગામનો યોગ્ય ન્યાય આપી શકાય તેવા અનેક પ્રશ્નોની ગ્રામજનો રજૂઆત કરી હતી