પશ્ચિમ બંગાળમાં BJPના વધુ એક કાર્યકરની હત્યા, ભાજપે મમતાની પાર્ટીને આપી ચેતવણી
07, સપ્ટેમ્બર 2020

પશ્ચિંમ બંગાળ-

પશ્ચિંમ બંગાળમાં ભાજપના રૉબિન પોલ નામના એક કાર્યકરની તૃણમૂલ કોંગ્રેસ દ્વારા હત્યા કરાઇ હોવાનો આક્ષેપ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજયવર્ગીયે કર્યો હતો. વિજયવર્ગીયે મિડિયાને કહ્યું કે મમતા બેનરજીના તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓ ભાજપને ડરાવવા સતત હુમલા કરતા રહ્યા હતા. ભાજપના કાર્યકરોની હત્યા કરીને ભાજપને ડરાવવાના પ્રયાસો થઇ રહ્યા હતા. અમે ડરવાના નથી. ઉલ્લેખનીય છે કે તેમણે મમતા બેનરજીના પક્ષને ચેતવણી આપી હતી કે આ પ્રકારની ગુંડાગીરી બંધ કરો. ભાજપ લાંબો સમય આવી ગુંડાગીરી સાંખી નહીં લે.

વિજયવર્ગીયે મિડિયાને કહ્યું કે મમતા બેનરજીના તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓ ભાજપને ડરાવવા સતત હુમલા કરતા રહ્યા હતા. ભાજપના કાર્યકરોની હત્યા કરીને ભાજપને ડરાવવાના પ્રયાસો થઇ રહ્યા હતા. અમે ડરવાના નથી. તેમણે કહ્યું કે મમતા બેનરજી રાજ્ય વિધાનસભાની ચૂંટણી જીતવા નક્સલવાદી પરિબળોની મદદ લઇ રહ્યા હતા. આ ટ્રેન્ડ અત્યંત ખતરનાક હતો. ઝારગ્રામ વિસ્તાર જંગલથી ઘેરાયેલો અને નક્સલવાદી પ્રભુત્વ ધરાવતો વિસ્તાર હતો. આ વિસ્તારના માઓવાદી સ્થાનિક પોલીસની મદદથી હુમલા કરી રહ્યા હતા અને એ વિસ્તારમાં નરી અરાજકતા ફેલાવવા પ્રયત્નશીલ હતા. આવું ક્યાં સુધી ચાલવાનું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution