ભરૂચ,   ભરૂચ જીલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા “નકલી ડોકટર” પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના તથા માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. બી.ડી.વાઘેલા નાઓના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો ઝઘડીયા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી આધારે સુધાંગશુ સશાંક બિસ્વાસ ઉ.વ. ૪૦ હાલ રહે. ફુલવાડી, ત્રણ રસ્તા તા.ઝઘડીયા જી.ભરૂચ મુળ રહે, ગોબીંદપુર કોલેની, પાલપરા જી. નદીયા થાણા- હાંસખલી (પશ્ચીમ બંગાળ) નાનો કોઈ પણ જાતની મેડીકલ ડીગ્રી વિના એલોપેથિક દવાઓ, મેડીકલના સાધનો તથા ઇન્જેક્શન સાથે મળી કુલ કિ.રૂ. ૧૬,૧૫૬ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને અટક તેના વિરૂધ્ધ ઝઘડીયા પો.સ્ટે. આઇ.પી.સી. કલમ ૪૧૯ તથા મેડીકલ પ્રેક્ટીસનર એકટ કલમ ૩૦ મુજબનો ગુન્હો દાખલ કરાવી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.