જૂનાગઢ, ગીર સોમનાથના ઉનાના નવાબંદરમાં બે દિવસ પૂર્વે રાત્રીના ફુંકાયેલ તોફાની પવનના લીઘે સર્જાયેલ તારાજીમાં લાપતા ૭ માછીમારોની શોઘખોળમાં વઘુ એક માછીમારોનો મૃતદેહ આજે સવારે તંત્રની ટીમને મળી આવ્યો છે. જેથી આ તારાજીની ઘટનામાં કુલ બે માછીમારોના મૃતદેહો અત્યામર સુઘીમાં મળી આવ્યાર છે. હજુ પણ લાપતા ૬ જેટલા માછીમારોની શોઘખોળ એનડીઆરએફ, કોસ્ટ્‌ગાર્ડ, નેવી અને મરીન પોલીસની સંયુકત ટીમ કરી રહી છે.

ઘટનાને લઇ ગઇકાલથી જ તંત્રએ કોસ્ટ ગાર્ડના હેલીકોપ્ટમર અને વેસલ બોટ તથા નેવીના ચોપર પ્લેમન મારફત રેસ્કનયુ ઓપરેશન કરી લાપતા બોટો અને માછીમારોની શોઘવાની કામગીરી શરૂ કરી હતી. જેમાં ચાર માછીમારોને જીવિત બચાવી લીઘેલ જયારે જળસમાઘિ લીઘે પાંચ બોટોનો કાટમાળી તંત્રની ટીમને મળી આવ્યોવ હતો. જયારે ગઇકાલે મોડીસાંજે લાપતા ૮ માછીમારોની શોઘખોળ દરમ્યા‍ન શોહીલ રહેમાન શેખ (ઉ.વ.૨૨) નામના માછીમારનો મૃતદેહ મળી આવેલ હતો. ગઇકાલે મોડીસાંજે ૨૫ સભ્યો ની એનડીઆરએફની ટીમ નવાબંદર પહોંચી હતી. એનડીઆરએફ, કોસ્ટા ગાર્ડ, નેવી, મરીન પોલીસની સંયુકત ટીમોએ હેલીકોપ્ટીર, વેસલ હોડી અને બોટો મારફત લાપતા ૭ માછીમારો તથા પાંચ બોટોની રાતભર શોઘખોળ કરી હતી. જેમાં વ્હેકલીસવારે નવાબંદરના માછીમાર રામુભાઇ દેવાભાઇ બાંભણીયા (ઉ.વ.૪૪)નો મૃતદેહ બંદરમાં જેટી પાસેથી ટીમને આવેલ હતો. જેથી મૃતદેહને પીએેમ અર્થે ઉના સરકારી હોસ્પીાટલએ ખસેડવામાં આવેલ છે. જયારે નવાબંદરમાં થયેલ તારાજીના કારણે ફીશીગ બોટો, માછીમારોને અને બંદરને થયેલ નુકસાનીની વિગતો એકત્ર કરવા માટે ફીશરીઝ વિભાગની ટીમએ પણ મુલાકાત લઇ કાર્યવાહી હાથ ઘરી હોવાનું જાણવા મળેલ છે. સવારે સાંસદ રાજેશભાઇ ચુડાસમા નવાબંદરમાં સર્જાયેલ તબાહીની પરિસ્યિવાતિનો તાગ મેળવવા નવાબંદર પહોચ્યાસ હતા. જયાં સાંસદે બંદરના અસરગ્રસ્ત્‌ વિસ્તાનરોનું રૂબરૂ સ્થતળ નિરીક્ષણ કર્યુ હતુ. નવાબંદરના માછીમાર સમાજના આગેવાનોને મળી નુકસાનીની વિગતો જાણી સરકાર તરફથી પુરી સહાય અપાવવાનું આશ્વાસન આપ્યુો હતુ.