ભાવનગર, ભાવનગર રેલ્વે ડીવીજનમાં લોકઉપયોગી માંગણીઓ ને પૂરી કરવા માટે અને રેલ્વે મુસાફરી સુવિધાસભર અને સુરક્ષિત બનાવવા માટે તેમજ કોરોના મહામારી(કોવીડ-૧૯) માં બંધ થયેલ લોકલ ટ્રેનો ને પુનઃ કાર્યરત કરવા માટે ભાવનગર-બોટાદના સાંસદ ડો.ભારતીબેન શિયાળ દ્વારા રેલ્વેમંત્રી દર્શનાબેન જરદોશ, રેલ્વેબોર્ડ ચેરમેન તેમજ જનરલ મેનેજરને રૂબરૂ મળીને મૌખિક-લેખિત માંગણીઓ કરેલ જેના પરિણામ સ્વરૂપે સાંસદના પ્રયત્નો થી તેમજ યાત્રિઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, રેલ્વે બોર્ડે ૦૫ ડિસેમ્બર, ૨૦૨૧ થી પશ્ચિમ રેલ્વે ભાવનગર મંડળની ભાવનગર-પાલિતાણા-ભાવનગર (૦૯૫૧૨/૦૯૫૧૧) દૈનિક વિશેષ ટ્રેન ચલાવવાની મંજૂરી આપવામાં આવીહતી. આ વિશેષ ટ્રેનનું ભાડું મેલ/એક્સપ્રેસ ટ્રેનના સામાન્ય કોચના ભાડા જેટલું જ રાખવામાં આવ્યું છે. હાલમાં ભાવનગર-પાલિતાણા વચ્ચે એક ટ્રેન ચાલી રહી છે, આ બીજી ટ્રેન છે.

ટ્રેન નંબર ૦૯૫૧૨ ભાવનગર – પાલિતાણા ભાવનગર ટર્મિનસથી દરરોજ ૧૭.૩૦ કલાકે ઉપડશે અને ૧૮.૪૫ કલાકે પાલીતાણા પહોંચશે. તેવી જ રીતે, વળતી દિશામાં ટ્રેન નંબર ૦૯૫૧૧ પાલીતાણા-ભાવનગર ૧૯.૦૫ કલાકે પાલીતાણાથી ઉપડશે અને ૨૦.૪૦ કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.ઉપરોક્ત ટ્રેન ભાવનગર પરા, વરતેજ, ખોડિયાર મંદિર, સિહોર, કનાડ અને મઢડા સ્ટેશને બંને દિશામાં ઉભી રહેશે. રેલવે એડમિનિસ્ટ્રેશન મુસાફરોને માસ્ક પહેરવા, સામાજિક અંતરની પ્રેક્ટિસ રાખવા, સેનિટાઇઝરનો ઉપયોગ કરવા અથવા મુસાફરી દરમિયાન વારંવાર સાબુ અથવા હેન્ડવોશથી હાથ ધોવા અને કોવિડ-૧૯ ના તમામ પ્રોટોકોલનું પાલન કરવા સાંસદ દ્વારા જણાવ્યું છે