અમદાવાદ-

દેશભરના લોકો હાલમાં કોરોના વાયરસથી ત્રસ્ત છે. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ સરેરાશ 40 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. અત્યાર સુધી આ ખતરનાક વાયરસે 12 લાખથી વધુ લોકોને પોતાની ઝપટમાં લઈ લીધા છે. જ્યારે લગભગ 29 હજાર લોકોનાં મોત થઈ ચૂક્યા છે. આ દરમિયાન એક નવી બીમારીએ ભારતમાં દસ્તક કરી છે. તેનું નામ છે મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટી સિન્ડ્રોમ તેને MIS-C પણ કહે છે.

MIS-Cના કેસ યૂરોપ અને અમેરિકાથી આવી રહ્યા હતા. પરંતુ હવે આ બીમારીનો પહેલો કેસ સુરત (Surat)માં સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ 10 વર્ષના બાળકમાં આ બીમારીના લક્ષણ જોવા મળ્યા. પરિજનોના જણાવ્યા મુજબ, બાળકને પહેલા ઉલ્ટી, ઉધરસ અને બાદમાં ઝાડા થઈ ગયા. ત્યારબાદ તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. બાદમાં બાળકની આંખ અને હોઠ લાલ પડવા લાગ્યા હતા.

મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ વિશે દુનિયાભરના ડૉક્ટરોને વધુ જાણ નથી. તેને લઈને હાલ રિસર્ચ ચાલી રહ્યું છે. આ વર્ષે મે મહિનામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ લોકોને ચેતવ્યા પણ હતા. આવો જાણીએ આ બીમારીના કેટલાક લક્ષણો જેવા કે 0-19 વર્ષના બાળકોમાં 3 દિવસથી વધુ તાવ આવવો, શરીર પર દાણા આવવા, પ્યુલુલેન્ટ મોં, હાથ અને પગમાં સોજા, બ્લડ પ્રેશર ઓછું રહેવું, ડાયરિયા, પેટમાં દુખાવો, પેટના નીચલા હિસ્સામાં દુખાવો,  જોકે આ પ્રકારના કોઈ લક્ષણ જણાય તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.