દિલ્હી-

ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ રીટા બહુગુણા જોશી કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ રીટા બહુગુણા જોશીને લખનઉનાં પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા છે. ગળાનાં દુખાવા અને તકલીફને કારણે તેમણે કોરોનાની તપાસ કરાવી હતી.

આ અગાઉ યોગી સરકારનાં રાજ્ય પ્રધાન મોહસીન રઝા કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું સામે આવ્યુ હતુ. સામાન્ય લોકો હોય કે વિશેષ કોરોના વાયરસનાં વધતા ચેપથી દરેક આજે પ્રભાવિત થઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશ સરકારનાં અત્યાર સુધીમાં 14 પ્રધાનો કોરોના વાયરસથી સંક્રમિત થઇ ચુક્યા છે અને બે મંત્રીઓનાં જીવને પણ આ ખતરનાક વાયરસ લાગી ચૂક્યો છે. ગુરુવારે પણ રાજ્યનાં કેબિનેટ મંત્રી સિદ્ધાર્થનાથ સિંહ કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પહેલા રાજ્યનાં પંચાયતી રાજ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૌધરી, માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગોનાં રાજ્ય પ્રધાન, ચૌધરી ઉદયબહેન સિંહ પણ કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતો. તેમને લખનઉ સ્થિત સંજય ગાંધી પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા હતા.