ટોક્યો ઓલિમ્પિક વિલેજમાં ખેલાડીઓ માટે મૂકવામાં આવ્યા ‘એન્ટિ સેક્સ બેડ’!
19, જુલાઈ 2021

ટોકીયો-

ટોક્યો ઓલિમ્પિક શરૃ થવાના ગણતરીના દિવસો બાકી છે ત્યાં એક નવો જ વિવાદ છેડાઈ ગયો છે. ઓલિમ્પિક વિલેજમાં ખેલાડીઓની સાચવણી માટે વિવિધ પગલાં લેવાઈ રહ્યા છે ત્યાં એક નવો જ વિવાદ જાગ્યો છે. ઓલિમ્પિક વિલેજમાં લોકો એકબીજાના સંપર્કમાં વધારે આવે નહીં તે ઉપરાંત કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે વધારે તકેદારી રાખવામાં આવી છે. તાજેતરમાં ઓલિમ્પિક વિલેજ માટે એક પ્લેબૂક પણ જારી કરવામાં આવી છે જેમાં વિવિધ નિયમો બતાવવામાં આવ્યા છે. આ પ્લેબૂક હેઠળ ખેલાડીઓને શારીરિક સંબંધ બાંધવાથી દૂર રાખવા માટે નવો જ પ્રયોગ કરાયો છે જેણે વિવાદ ઊભો કર્યો છે. ઓલિમ્પિક વિલેજમાં ખેલાડીઓ માટે એન્ટિ સેક્સ બેડ મૂકવામાં આવ્યા છે. આ બેડ જાેઈને ખેલાડીઓ નારાજ થયા છે અને સોશિયલ મીડિયા ઉપર રોષ ઠાલવી રહ્યા છે.

અમેરિકી દોડવીર પોલ કેલિમોએ પોતાના રૃમમાં મૂકવામાં આવેલા એન્ટિ સેક્સ બેડની તસવીરો ટિ્‌વટ કરી હતી. તેણે જણાવ્યું હતું કે, આયોજકો દ્વારા જે બેડ મૂકવામાં આવ્યા છે તે અમારું પણ વજન વધારે સહન કરી શકે તેમ નથી તો આવી સ્થિતિમાં સેક્સ કરવા અંગે તો વિચારી પણ શકાય તેમ નથી. તેણે બેડની તસવીરો મૂકતા અન્ય ખેલાડીઓ પણ આ ક્રમમાં જાેડાયા હતા. એક ખેલાડીએ જણાવ્યું હતું કે, એક તરફ આયોજકો દ્વારા ૧.૬૦ લાખ કોન્ડોમ વહેંચવામાં આવ્યા છે અને બીજી તરફ એન્ટિ સેક્સ બેડ મુકાયા છે. આયોજકો કરવા શું માગે છે? સુરક્ષા માટે કોન્ડોમ અપાયા પણ સાથ માણવા માટે બેડની પણ વ્યવસ્થા નથી તો કરવાનું શું? એન્ટિ સેક્સ બેડ કાર્ડબોર્ડમાંથી બનાવવામાં આવે છે. ખોખા બનાવવા માટે ઉપયોગમાં લેવાતા આ કાર્ડબોર્ડ બેડનો ઉપયોગ કદાચ એકાદ વખત જ કરી શકાય તેમ છે. તેના ઉપર ખેલાડી એકાદ વખત ઊંઘી શકે છે. આ બેડ ઉપર એકથી વધારે લોકો ચડયા તો તે તૂટી જાય છે. તે ઉપરાંત તેની ઉપર વધારે દબાણ કરવામાં આવે તો પણ તે બટકાઈ જાય તેમ છે. આવા બેડ ઉપર સેક્સ માણવા અંગે તો વિચારી પણ શકાય નહીં. તેના કારણે જ આ બેડને એન્ટિ સેક્સ બેડ કહે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution