અનુપમ ખેરે કોરિયોગ્રાફર સરોજ ખાનને યાદ કરી વીડિયો શેયર કર્યો
05, જુલાઈ 2020

બોલિવૂડના લોકપ્રિય કોરિયોગ્રાફર સરોજ ખાન હવે આપણી વચ્ચે નથી, પરંતુ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા તમામ લોકો તેમને યાદ કરી રહ્યા છે. દિગ્ગજ એક્ટર અનુપમ ખેરે પણ તેમને યાદ કરીને એક વીડિયો શેર કર્યો છે. જેની સાથે તેમણે એક કિસ્સો પણ શેર કર્યો છે. અનુપમ ખેરે જે વિડિયો શેર કર્યો છે તેમાં તેમની ઘણી ફિલ્મના ડાન્સની સિકવન્સ છે. તેમણે લખ્યું છે કે મારો પ્રથમ ડાન્સ સિક્વન્સ અને કદાચ સરોજ ખાનની કરિયરનો પ્રારંભિક કાળ ૧૯૮૫ની ફિલ્મ સ્વાર્થીમાં હુ હિરો હતો. મારી ડાન્સિંગ સ્કીલ જાઈને માસ્ટરજી (સરોજ ખાન)એ કહ્યું હતું કે, તમે મારી કોરિયોગ્રાફર તરીકેની પ્રોફેશનલ કરિયરની વાટ લગાડી દેશો ? જવાબમાં મેં તેમને કહ્યું હતું કે માસ્ટરજી તમે મને નચાવી શકતા હો તો કોઈને પણ નચાવી શકશો. પછી જે કાંઈ બન્યું તે ઇતિહાસ છે કેમ કે, આગામી ૩૦ વર્ષ સુધી સરોજખાને બોલિવૂડમાં ટોપના કોરિયોગ્રાફર તરીકે રાજ કર્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution