અનુષ્કા શર્માનું પ્રોડક્શન હાઉસ ઇરફાન ખાનનો પુત્ર બાબિલને કરશે લોન્ચ
12, એપ્રીલ 2021

મુંબઈ

ઇરફાન ખાનનો પુત્ર બાબિલ ફિલ્મી કરિયરની શરૂઆત કરવા માટે તૈયાર છે. માહિતી મળી રહી છે કે, અનુષ્કા શર્માનું પ્રોડક્શન હાઉસ ક્લીનસ્લેટ ફિલ્મ્સ તેને ફિલ્મ કાલા દ્વારા લોન્ચ કરશે. બાબિલે આ ફિલ્મનું ટીઝર પણ રીલિઝ કર્યું છે. ફિલ્મમાં બાબિલની સામે તૃપ્તિ ડિમરી હશે. જ્યારે સ્વાસ્તિકા મુખર્જી પણ મહત્વના રોલમાં જોવા મળશે. બાબિલ દ્વારા શેર કરવામાં આવેલા ટીઝરને જોઇને અંદાજ લગાવી શકાય છે કે, ફિલ્મને કાશ્મીરમાં ફિલ્માવવામાં આવી રહી છે.

બાબિલે ફિલ્મ કાલાનું ટીઝર શેર કરતાં લખ્યું, તૃપ્તિ ફ્રિફિંગ ડિમરી ફરી પાછી આવી ગઇ. જ્યારે લોંચ થવું આ વાક્ય વિશે હું થોડો શંકાસ્પદ છું. કેમ કે, દર્શકોને અમારી ફિલ્મ જોઇતી વખતે પોતાની સીટ લોન્ચ ઓફ કરવી જોઇએ અને કોઇ ખાસ એક્ટર નહીં. બુલબુલ, ક્લીનસ્લેટ ફિલ્મ્સ અને અન્વિતા દત્તની તરફથી, અમે તમારા માટે કાલા એક નેટફ્લિક્સ ઓરિજિનલ ફિલ્મ લઇને આવ્યા છે. ટૂંક સમયમાં કાલા તેની માતાના દિલમાં જગ્યા મેળવવા માટેની તેની લડાઇની કથા શેર કરશે.

બાબિલના આ વીડિયો પર ફેન્સ ઉપરાંત સેલેબ્સના પણ રિએક્શન આવી રહ્યાં છે. ફિલ્મ કાલાને અન્વિતા દત્ત ડાયરેક્ટ કરી રહી છે. તેમણે જ ક્લીનસ્લેટ ફિલ્મ્સની પાછલી ફિલ્મ બુલબુલ પણ ડાયરેક્ટ કરી હતી. બાબિલ સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ રહે છે અને પોતાની પોસ્ટ દ્વારા આજકાલ ચર્ચામાં રહે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution