ડભોઇ -

ડભોઇ સેવાસદન ખાતે ઉમ્મીદ કિશોરી સંગઠન દ્વારા દેશમાં થતી બળાત્કારની ઘટનાઓના વિરોધ માં આવેદન પત્ર અપાયું હતું.ઉત્તર પ્રદેશ સહિત દેશના રાજ્યોમાં બનતી બળાત્કારની ઘટનાઓ ના વિરોધ માં આજે ઉમ્મીદ કિશોરી ગૃપ ડભોઇ ની કિશોરીઓ દ્વારા ડભોઇ સેવાસદન ખાતે આવેદન પત્ર આપી. બનતા કેશો અટકવા સરકાર પ્રયાસ કરે અને આરોપીઓ ને કડક સજા થાય તે માટે માંગ કરી હતી.ડભોઇ સેવાસદન ખાતે ઉમ્મીદ કિશોરી ગૃપ દ્વારા દેશ માં બનતી બળાત્કાર ની ગટના ના વિરોધ માં ડભોઇ સોનેશ્વર પાર્ક ખાતે કાર્યરત એક્શન એઇડ સંસ્થાના ઉમ્મીદ કિશોરી ગ્રૂપ ના ઉપક્રમે સેવાસદન ખાતે નાયબ કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં દરેક પીડિતા ને ન્યાય મળે, શાળા કોલેજ કાર્યસ્થળ ઉપર મહિલાઓ ની સુરક્ષા ને ધ્યાન માં લેવા અને સતામણી વિરુધ્ધ કાયદાનું અસરકારક અમલીકરણ કરવામાં આવે બળાત્કાર ની તમામ ઘટનાઓ ઉપર ત્વરીત કાર્યવાહી કરવામાં આવે અને આરોપીઓ ને કડક સજા કરવામાં આવે સહિત અનેક માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું આ પ્રસંગે ઉમ્મીદ કિશોરી ગ્રૂપ ની બાળાઓ તેમજ એક્શન એડ ના શીલાબેન અને રમેશભાઈ ઉપસ્થીત રહ્યા હતા.