કંગના રાણાવત સામે ફરિયાદ નોંધવા જામનગર મહિલા કોંગ્રેસનું પોલીસવડાને આવેદન
19, નવેમ્બર 2021

જામનગર, જામનગરમાં બોલિવૂડ અભિનેત્રી કંગના રાણાવત ઉપર ફરિયાદ નોંધવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. જામનગર મહિલા કોંગ્રેસ પ્રમુખ અને મહિલા નગરસેવિકા દ્વારા ગુરૂવારના રોજ જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, કંગના રણાવત અવાર-નવાર દેશની શાંતિ અને ભાઈચારો બગડે એવા નિવેદનો આપ્યા છે. આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્માગાંધી વિરુદ્ધ અપમાનજનક ટીપ્પણી કરેલી છે જે ખુબજ આઘાતજનક છે અને લોકોની લાગણી દુભાઈ છે અને દેશની શાંતિ માટે ખતરારૂપ છે. જ્યારે કંગના રણાવતે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મહાત્મા ગાંધી ઉપર અપમાનજનક લખાણ લખ્યું છે, એમાં મહાત્મા ગાંધીને સત્તાના ભૂખ્યા અને ચાલક ગણાવ્યા છે.કંગના રણાવત સામે ફરિયાદ નોંધી કાર્યવાહી કરવા જામનગર શહેર મહિલા કોંગ્રેસ દ્વારા ગુરૂવારના રોજ જિલ્લા પોલીસ વડાની કચેરી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં મહિલા શહેર કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગજેરા, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ નયનાબા જાડેજા, મહિલા કોર્પોરેટર જેનમ ખફી રચનાબેન નંદાણીયા સહિત મહિલા આગેવાનો જિલ્લા પોલીસ વડાની કચેરી રજૂઆત કરી આવેદનપત્ર અને માંગણી કરી હતી. દેશની શાંતિ અને ભાઈચારો બગડે એવા નિવેદનો આપતી હોય ફરિયાદ નોંધવા રજૂઆત જામનગરમાં બોલિવૂડ અભિનેત્રી કંગના રાણાવત ઉપર ફરિયાદ નોંધવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. જામનગર મહિલા કોંગ્રેસ પ્રમુખ અને મહિલા નગરસેવિકા દ્વારા ગુરૂવારના રોજ જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, કંગના રણાવત અવાર-નવાર દેશની શાંતિ અને ભાઈચારો બગડે એવા નિવેદનો આપ્યા છે. આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્માગાંધી વિરુદ્ધ અપમાનજનક ટીપ્પણી કરેલી છે જે ખુબજ આઘાતજનક છે અને લોકોની લાગણી દુભાઈ છે અને દેશની શાંતિ માટે ખતરારૂપ છે. જ્યારે કંગના રણાવતે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મહાત્મા ગાંધી ઉપર અપમાનજનક લખાણ લખ્યું છે, એમાં મહાત્મા ગાંધીને સત્તાના ભૂખ્યા અને ચાલક ગણાવ્યા છે.કંગના રણાવત સામે ફરિયાદ નોંધી કાર્યવાહી કરવા જામનગર શહેર મહિલા કોંગ્રેસ દ્વારા ગુરૂવારના રોજ જિલ્લા પોલીસ વડાની કચેરી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં મહિલા શહેર કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગજેરા, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ નયનાબા જાડેજા, મહિલા કોર્પોરેટર જેનમ ખફી રચનાબેન નંદાણીયા સહિત મહિલા આગેવાનો જિલ્લા પોલીસ વડાની કચેરી રજૂઆત કરી આવેદનપત્ર અને માંગણી કરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution