દાહોદ

એમેઝોનની નવી વેબ સીરીઝ તાંડવ રિલીઝ થતાં જ સમગ્ર દેશમાં ફેર તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમજ આ ફિલ્મ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાની માંગણી ઓ ઉઠવા પામી છે. તેવા સમયે દાહોદમાં પણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા એક બાઇક રેલી યોજી તાંડવ ફિલ્મ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ સાથે આવેદનપત્ર જિલ્લા કલેકટરને આપવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આજે દાહોદના મુવાલીયા ખાતેથી એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે બાઇકરેલી સૂત્રોચ્ચાર સાથે મુવાલીયા થી નીકળી દાહોદ જિલ્લા કલેકટર કચેરી પહોંચી હતી અને જિલ્લા કલેકટરને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે હાલમાં એમેઝોન ની નવી વેબ સીરીઝ તાંડવ ફિલ્મ રિલીઝ થઈ છે તાંડવ એ શિવજીના નૃત્યનો સિમ્બોલિક શબ્દ છે જે હિન્દુઓની આસ્થા સાથે જાેડાયેલ હોઈ અને લોકો એવી ફિલ્મો માટે આકર્ષાય છે. આ ફિલ્મમાં અશ્લીલતા ભગવાન ઉપર અભદ્ર ટીકા-ટિપ્પણી જાતિ સૂચક કોમેન્ટ જે બે કોમ વચ્ચે ઘર્ષણ અને વિવાદ ઊભા કરે છે. જેથી ભારત સરકારના સુચના પ્રસારણ મંત્રીને સંબોધી સેન્સર બોર્ડના અધિકારી અથવા સમિતિ દ્વારા આ ફિલ્મ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવે અને ભવિષ્યમાં પણ આવી ફિલ્મ રિલીઝ ન થાય તેવી માંગણી સાથેનું આવેદનપત્ર દાહોદ જિલ્લા કલેકટરને આપવામાં આવ્યું હતુ.