વલસાડ, મરઘમાળમાં આંગણવાડી કાર્યકરની ખાલી જગ્યા ભરવા માટે જાહેરાત આપવામાં આવી હતી. મરઘમાળ ગામ ના જ શ્રીમતિ છાયાબેન જીવણભાઇ પટેલે ઉપરોકત ખાલી જગ્યા માટે અરજી કરી હતી અને તેઓનો નામ આ ભરતીમાં પ્રથમ મેરીટ ક્રમાંક માં આવતા તેમના પરિવાર માં આનંદ ની લાંગણી વ્યાપી હતી . પરંતુ બાળ વિકાસ યોજના અધિકારી , ધરમપુર ઘટક -૧ દ્વારા પત્ર વ્યવહાર થી જાણ કરવામાં આવેલ હતું કે , આંગણવાડી કાર્યકરે બાળકો ના સારસંભાળ થી લઈ , પ્રાથમિક શિક્ષણ જેવી કામગીરી કરવાની થતી હોય છે અને છાયા બેન ૬૫% દિવ્યાંગ છે દિવ્યાંગ હોવા થી તેવો આંગણવાળી કાર્યકર તરીકે સક્ષમ નથી જેથી આ હોદ્દા પર તેમને નિયુક્ત કરી શકાય નહીં. મેરીટ માં પ્રથમ આવ્યા છતાં દિવ્યાંગ હોવાને કારણે તંત્રે તેમની સાથે મજાક કર્યું છે . સરકાર બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવે છે એક દિવ્યાંગ બેટી સાથે સરકાર દ્વારા આવા ર્નિણય લેવામાં આવે તે કેટલા અંશે યોગ્ય કહેવાય ? વહિવટી તંત્ર દ્વારા એક દિગ્યાંગ મહિલા ની આજીવિકા છીનવી લેતા તેને ન્યાય અપાવવા માટે મરઘમાળ ગામ ના આગેવાનો અને નાની ઢોલડુંગરી બેઠક ની તાલુકા પંચાયત માં વિજઈ થયેલ અપક્ષ ઉમેદવાર કલ્પેશભાઇ પટેલ મેંદાન માં ઉતર્યા છે પોતાના લેેટરપેડ પર મહામહિમ રાજયપાલ ને ધરમપુર ટીડીઓ ના મારફતે આવેદન પત્ર આપી ન્યાય ની માંંગ કરી છે.