વાળમાં શેમ્પૂ કરવાના 10 મિનિટ પહેલાં આ લગાવો, નહીં કરાવી પડે કોઈ મોંઘી ટ્રીટમેન્ટ 
21, જાન્યુઆરી 2021

લોકસત્તા ડેસ્ક

વાળ ડેમેજ થવા પાછળ અને નબળા થવા પાછળ અનેક કારણો રહેલાં છે. અત્યારના સમયમાં મોટાભાગના લોકોને વાળની સમસ્યા થતી હોય છે. ખાસ કરીને શિયાળામાં આ સમસ્યાઓ વધી જતી હોય છે. આ સીઝનમાં વાળ વધુ શુષ્ક થઈ જાય છે, જેના કારણે વાળ વધુ ડેમેજ થાય છે ખરવા લાગે છે.

શિયાળામાં લોકો હેર ડ્રાયરનો વધુ ઉપયોગ કરે છે. તેના કારણે વાળનું ઉપરનું પડ ડેમેજ થાય છે અને વાળનું નેચરલ ઓઈલ ખતમ થઈ જાય છે. સાથે જ કેમિકલ યુક્ત શેમ્પૂ પણ વાળને નુકસાન પહોંચાડે છે. આ તમામ કારણોથી વાળને ખરાબ અસર થાય છે, જેના બચવા માટે વાળમાં નેચરલ કંડીશનર બનાવીને લગાવવું જોઈએ. 

નેચરલ કંડીશનર આ રીતે બનાવો 

ઘરમાં જ નેચરલ કંડીશનર બનાવવા માટે એક કેળુ અને અડધું એવોકાડો અને 2 ચમચી ઓલિવ ઓઈલ જોઈએ.સૌથી પહેલાં કેળાને છોલીને મેશ કરી લો અને એવોકાડોને પણ પીસીને પેસ્ટ બનાવી લો. હવે બંનેને મિક્સ કરીને તેમાં ઓલિવ ઓઈલ મિક્સ કરો. બસ તૈયાર છે કંડીશનર. 

આ રીતે લગાવો 

સામાન્ય રીતે કંડીશનર ભીના વાળમાં લગાવવામાં આવે છે. પરંતુ આ કંડીશનરનો ઉપયોગ કોરા વાળમાં કરવાનો છે. તેના માટે વાળમાં બધી જગ્યાએ આ કંડીશનર લગાવી દો. પછી 10 મિનિટ વાળમાં રાખીને શેમ્પૂ કરી લો. આનાથી તમારા વાળ સ્મૂધ થઈ જશે. શાઈન વધશે અને ડેમેજ કંટ્રોલ કરવામાં મદદ મળશે. આ કંડીશનર સપ્તાહમાં 2-3વાર તમારા વાળમાં લગાવો. 

જાણો તેના ફાયદા 

તમારા વાળમાં આ નેચરલ કંડીશનર લગાવશો તો જોરદાર અસર કરશે. કેળા તમારા વાળને પોષણ આપશે અને મૂળથી મજબૂત બનાવશે. સાથે જ નેચરલ શાઈન પણ વધારશે. 

એવોકાડો વાળને મોઈશ્ચરાઈઝ કરશે. તેની ઉપરી લેયરને તડકા અને પોલ્યૂશનથી બચાવશે. સાથે જ ઓલિવ ઓઈલ વાળને પોષણ આપશે અને મૂળમાં મોઈશ્ચર લોક કરશે. જેનાથી વાળ ડેમેજ નહીં થાય.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution