અમદાવાદ

અમદાવાદમાં કોરોના કહેર યથાવત છે સમગ્ર રાજયમાં લોકડાઉન જેવો માહોલ છે કોરોનાથી બચવા માટે સરકાર ઘ્વારા સતત કહી રહી છે કે સોસીયલ ડિસ્ટન્સ રાખો અને માસ્ક પહેરો સરકારે દરેક લોકો માસ્ક પહેરે અને દરેક ને પરવડે તે માટે એક રૂપિયામાં એક માસ્ક પણ શરૂ કર્યા છે જે માસ્ક તમને અમુલ પાર્લર અને સામાજિક સંસ્થાઓ ને વિતરણ કરવા માટે કહ્યું છે ત્યારે આજે અમદાવાદના ઝોન ૨ પોલીસ સ્ટેશન મા આવતા તમામ પોલીસ સ્ટેશનના પી આઈ અને પોલીસ કર્મીઓ દરેક જનતાને માસ્કનું વિતરણ કરી રહયા છે એક નવો અભિગમ આ ઝોન ૨ ઘ્વારા લેવામાં આવી રહ્યો છે પાછળના ઘણા સમયથી પોલીસ આ રીતે માસ્ક નું વિતરણ કરી અને પોતાનો ધર્મ નિભાવી રહી છે. આ માસ્કના વિતરણ વિશે ડીસીપી ઝોન ૨ વિજય પટેલ એ જણાવ્યું હતું કે ઝોન ૨મા ૭ પોલીસ સ્ટેશન આવે છે અને આ તમામ પોલીસ સ્ટેશનમા કહેવામાં આવ્યું છે કે માસ્કનું વિતરણ કરવામાં આવે અને લોકો અવેર થાય માસ્ક પહેરતા થાય કોરોમાં ને ગંભીરતાથી લે એ માટે આ મુહિમ ચાલુ કરવામાં આવી છે માસ્ક અમને ડીજીપી ઓફિસ અને એનજીઓ કોઈ સામાજિક સંસ્થાઓ તરફથી મળે છે અને અમે વિતરણ કરીએ છીએ ત્યારે ડિસપોઝેબલ માસ્ક હોય છે જે એક વખત ઉપયોગ થયો શકે એ માસ્ક નું વિતરણ કરવામાં આવે છે. આવી રીતે આ અલગ અલગ ૭ પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં પોલીસ કર્મીઓ માસ્કનું વિતરણ કરીને લોકોને કોરોના થી અવેર કરવાની કોશિશ કરી રહયા છે જાે આજ રીતે બીજા પોલીસ સ્ટેશન અને સામાજિક સંસ્થાઓ પણ આ મુહિમમા જાેડાય તો અવશ્ય લોકો કોરોનાને ગંભીરતા થી લેશે અને કોરોના થી એ લોકો બચી રહેશે.