ગુજરાતના આ સ્થળેથી પુરાતત્વ વિભાગને 2 હજાર વર્ષ જૂના અવશેષો મળ્યા
08, ફેબ્રુઆરી 2021

મહેસાણા-

જિલ્લામાં આવેલા ઐતિહાસિક ધરોહર એવા વડનગરમાં કેન્દ્રીય પુરાતત્વ વિભાગ દ્વારા ઉત્ખનન પ્રક્રિયાચાલી રહી છે. ત્યારે તાજેતરમાં વડનગરમાં આવેલ અમરથોળ વિસ્તારમાં ચાલી રહેલી સંશોધનની કામગીરીમાં એક 2000 વર્ષ જૂનો કોટ મળી આવ્યો છે. જ્યારે અહીં પહેલા કોઈ પ્રજાતિ વસવાટ કરતી હોય તેમ કેટલાક સ્ટ્રક્ચર પણ મળી આવ્યા છે. જેમાં ગટર, દિવાલ, સહિતના અવશેષોનો સમાવેશ થાય છે.

મહેસાણા જિલ્લાના વડનગરમાં છેલ્લા ઘણા વર્ષોથી પુરાતત્વ વિભાગ દ્વારા ઉત્ખનન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં બૌદ્ધ મઢ અને બૌદ્ધ વિહાર સહિતના અવશેષો મળી આવ્યા હતા. ત્યારે તાજેતરમાં વધુ એક વખત પુરાતત્વ વિભાગને જમીનમાં ખોદકામ કરતા વર્ષો જુના કેટલાક સિક્કા સહિતના અવશેષો મળી આવ્યા છે. મહત્વનું છે કે જમીન માંથી મળતી ચીજ વસ્તુઓ એ પૌરાણિક હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે પરંતુ ચોક્ક્સ પણે આ અવશેષો શું છે અને કેટલા પૌરાણિક છે? તે જાણવા માટે આ તમામ અવશેષોને પરિક્ષણ માટે મોકલી અપાવામાં આવ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution