છો.ઉ. નગરપાલિકાના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત
19, જાન્યુઆરી 2021

છોટાઉદેપુર : સોમવારે છોટાઉદેપુર નગરપાલિકા ના કુલ અઠયાવીસ પૈકી પચીસ કોર્પોરેટરો ની સહી સાથે વર્તમાન નગરપાલિકા પ્રમુખ નરેન જયસ્વાલ સામે અવિશ્વાસ ની દરખાસ્ત રજુ થઇ છે.સૌથી વધારે નવાઈ ની વાત એ છે કે સત્તાધારી બીએસપી પાર્ટી ના પણ નવ માંથી છ સભ્યો એ આ અવિશ્વાસ ની દરખાસ્ત માં સહી કરી છે. તે સિવાય હજી ગઈકાલ સુધી પ્રમુખ સાથે ગળે મળી સોસીઅલ મીડિયા માં ફોટો શેર કરતા અને “હમ સાથ સાથ હે, ની દુહાઈ દેતા” સંગ્રામસિંહ રાઠવા એ જ આજના ઘટનાક્રમ નું નેતૃત્વ સંભાળ્યું હતું.સત્તા પર બેઠા પછી તેઓ એ નગર ને સુશાસન આપવા ને સ્થાને કેવળ વેર અને બદલા નું જ રાજકારણ ચલાવ્યું હતું.પાલિકા ના કર્મચારીઓ હોય, નગર ના વેપારીઓ હોય કે પછી સાથી કોર્પોરેટરો હોય મોટાભાગ ના લોકો ની નારાજગી તેઓ એ વહોરી હતી. માત્ર બદલા ની ભાવના થી જ કેટલાય નાગરિકો ને જુદા જુદા ફોલ્ટ માં ફિક્સ કરી ને નોટિસો આપી હતી.તે સિવાય નગર માં ચાલી રહેલી લોકચર્ચા મુજબ ભ્રસ્ટાચાર ના તમામ રેકર્ડ તૂટી ગયા છે.મીડિયા સાથે ની વાતચીત માં નગર ના કેટલાય નાગરિકો એ જણાવ્યું હતું કે “ તમો ને એકપણ કર્મચારી કે કોન્ટ્રાક્ટર એવો નહિ મળે કે જે આજ ના ઘટનાક્રમ થી દુઃખી હોય. છોટાઉદેપુર ના નગર પાલિકા માં બસપા ગત અઢી વર્ષ માટે સત્તાધીશ હતી. ગત ટર્મ માં બસપાના નેહાબેન જયસ્વાલ અપક્ષોના ટેકા થી સત્તા નું સુકાન સંભાળી અઢી વર્ષ ની ટર્મ પુરી કરી હતી પરંતુ અપક્ષો સાથે મનદુઃખ થવાથી બીજી અઢી વર્ષ ની ટર્મ બસપા એ કોંગ્રેસ ના આઠ સભ્યો નો ટેકો લઇ તા. ૨૪-૮-૨૦૨૦ ના રોજ પ્રમુખ તરીકે નરેન જયસ્વાલ નગર પાલિકામાં પ્રમુખ બન્યા હતા. કાૅંગેસ ના અગ્રણી નેતા સન્ગ્રામસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે નગર પાલિકા માં મનસ્વી ર્નિણયો અને પ્રજાલક્ષી કામો ને બદલે વ્હાલા દવલાની નીતિ ના કારણે નગર પાલિકા ના તમામ સદસ્યો ને મનદુઃખ થયું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution