/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

આણંદ, બોરસદ, ખંભાત તાલુકાના વિસ્તારને કન્ટેન્ટમેન્ટ જાહેર કરાયો

આણંદ : હાલમાં વિશ્વભરમાં કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે અમુક વિસ્તારોને કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યાં છે. જિલ્લા મેજિસ્ટ્રેટે આણંદના કોરોના સંક્રમિત વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોેન જાહેર કર્યાં હતાં. 

તદ્દનુસાર આણંદ તાલુકા અંતર્ગત આણંદ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલાં નહેરુબાગ હિમાલિયા રેટરીરના ૫ મકાન, ચિખોદરા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ વચલા દરવાજાના ક૧૨ મકાનો વિસ્તાર, બોરસદ તાલુકા અંતર્ગત વહેરા ગ્રામ પંચાયતના હદ વિસ્તારમાં આવેલ પાણીની ટાંકી પાસે પરમાર ફળીયાના ૫ મકાનનો વિસ્તાર, ખંભાત તાલુકા અંતર્ગત ખંભાત નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ હરિહર (તેજશ) સોસાયટી, ચકડોળ ગ્રાઉન્ડ સામેના ૧૨ મકાનનો વિસ્તાર, ગણેશ સોસાયટી, માછીપુરાના ૨૫ મકાનના વિસ્તારને નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવે છે.

આ તમામ વિસ્તારમાં એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ પર થર્મલ સ્ક્રીનીંગ કરવાનું રહેશે તેમજ આ વિસ્તારને આવરી લેતા મુખ્ય માર્ગો પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે. તથા આ વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ સવારના ૭ કલાકથી સાંજના ૭ કલાક સુધી જ ચાલું રાખી શકાશે. આ હુકમ તા.૩૧ ઓગસ્ટથી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. સરકારી ફરજ પરની વ્યક્તિઓ ફરજના ભાગરૂપે અવર-જવર કરી શકાશે. આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ની જાેગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે આણંદ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઇન્સ્પેકટર સુધીનો હોદો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે.

બોરસદ નગરપાલિકા હદના સમાવેશ થતાં વિસ્તાર

બોરસદ તાલુકા અંતર્ગત બોરસદ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ પાકિઝા સોસાયટીના ૧ મકાનનો વિસ્તાર, શિવકૃપા સોસાયટીના ૨ મકાનનો વિસ્તાર, સૂર્યનારાયણ સોસાયટીના મકાન નં એ-૨૩ કુલ ૧ મકાનનો વિસ્તાર, કાવિઠા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ વચલું ફળીયાના ૫ મકાનના વિસ્તારને તા. ૪ સપ્ટેમ્બરથી બીજાે હુકમ ન થાય ત્યાં સુધી નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવે છે.

બોરસદ તાલુકાના કોરોના સંક્રમિત વિસ્તારને કન્ટેન્ટમેન્ટ જાહેર કરાયાં

બોરસદ તાલુકા અંતર્ગત બોરસદ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલાં ટાવર રોડ, બોરસદના ૨ મકાનના વિસ્તારને તા.૧ સપ્ટેમ્બરથી બીજાે હુકમ ન થાય ત્યાં સુધી નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution