આણંદ, બોરસદ, ખંભાત અને આંકલાવના વિસ્તારો કન્ટેઇનમેન્ટ ઝોેનમાંથી મુક્ત
28, સપ્ટેમ્બર 2020

આણંદ : ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાઇરસને ફેલાતો અટકાવવા વિવિધ વિસ્તારને નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યાં હતા. જાેકે, આણંદ, બોરસદ, ખંભાત અને આંકલાવ તાલુકાના વિસ્તારોમાં મળી આવેલાં કોરોના પોઝિટિવ વ્યક્તિઓની સારવાર બાદ કોઇ નવાં કોરોના કેસ મળી આવ્યાં ન હોવાથી આ વિસ્તારોને કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવી છે.  

આ વિસ્તારોમાં આણંદ તાલુકા અંતર્ગત આવતો બિલેશ્વર પાર્ક (કુલ-૫ મકાન), શ્રીજી સોસાયટી (કુલ-૫ મકાન), (અલવાહીદ સોસાયટી (કુલ-૨ મકાન)નો વિસ્તાર, કરમસદ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ કલ્યાણ સોસાયટી (કુલ-૧મકાન), સપથ રેસીડેન્સી (કુલ-૪ મકાન)નો વિસ્તાર, વિદ્યાનગર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ ૩૦૨, માહી રેસીડેન્સી, ઇસ્કોન પાછળ (કુલ-૭ મકાન)નો વિસ્તાર, સામરખા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ સ્વામીનારાયણ મંદિર પાછળ(કુલ-૨ મકાન)નો વિસ્તાર, કાસોર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ બારીયાવગો (કુલ-૯ મકાન)નો વિસ્તાર, ખંભાત તાલુકા અંતર્ગત આવતો સલમાન પાર્ક (કુલ-૧૨ મકાન)નો વિસ્તાર, ઉમરેઠ તાલુકા અંતર્ગત આવતો રતનપુરા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં ખ્રિસ્તી ફળીયુ (કુલ-૪૧ મકાન)નો વિસ્તાર, બોરસદ તાલુકા અંતર્ગત આવતો નીચે મુજબનો વિસ્તાર, બોરસદ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ શિવમ સોસાયટી (કુલ-૧ મકાન)નો વિસ્તાર, વિરસદ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ પ્રજાપતિવાસ (કુલ-૬ મકાન)નો વિસ્તાર, પામોલ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ વચલું ફળીયુ (કુલ-૪ મકાન)નો વિસ્તાર, ભાદરણ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ ડભાસી મહોલ્લા (કુલ-૭ મકાન)નો વિસ્તાર, વિરસદ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ સરદાર પટેલની ખડકી (કુલ-૧૪મકાન)નો વિસ્તાર, ઝારોલા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ નવા ઘર, મોટી ખડકી (કુલ-૩મકાન)નો વિસ્તાર, અલારસા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ બસ સ્ટેન્ડ પાસે, અલારસા (કુલ-૬મકાન)નો વિસ્તાર, આંકલાવ તાલુકા અંતર્ગત આવતો નીચે મુજબનો વિસ્તાર, આંકલાવ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ મોટી ખડકીનો વિસ્તારને કન્ટેઇન્મેન્ટમાંથી મુક્તિ આપવામાં આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution